ખમૈયા કરો પ્રભુઃ સૌરાષ્ટ્રમાં ફરી સાંબેલાધાર વરસાદ, દેવભુમિ દ્વારકાના કલ્યાણપુરમાં ચાર કલાકમાં 11 ઈંચ
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર હવે કહેરમાં ફેરવાતી જાય છે. આજે પણ મેઘરાજા સૌથી વધુ બેટિંગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ કરી રહ્યા છે. આજે સવારે 12 વાગ્યા સુધીમાં કુલ 108 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં કુલ 34 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે. જેમા સૌથી વધુ દેવભુમિ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.
આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં કુલ 108 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ માણાવદરમાં છ ઈંચથી વધુ અને માળિયા-હટિનામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચથી વધુ, ગીર ગઢડામાં સાડા ચાર ઈંચથી વધુ, વિસાવદરમાં ચાર ઈંચ, પલસાડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસી ચુક્યો છે, આ ઉપરાંત રાણાવાવમાં ત્રણ ઈંચથી વધુ, વાપીમાં ત્રણ ઈંચ, ઉમરપાડા અને કેશોદમાં ત્રણ ઈંચ, કામરેજમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.
પોરબંદરના કુતિયાણામાં 69 મિમી, જલાલપોરમાં 53 મિમી, નવસારીમાં 54 મિમી, વાલિયામાં 48 મીમી, જુનાગઢ શહેરમા અને જુનાગઢ તાલુકામાં 57 મિમી વરસાદ ખાબક્યો છે. માગંરોલ ( જુનાગઢ) અને વાલીયામાં 48 મિમી વરસાદ નોંધાઈ ચુક્યો છે. તેમજ પારડીમાં 46 મિમી, ધોરાજીમાં 45 મિમી, અંકલેશ્વરમાં 44 મિમી, વલસાડમાં 43 મિમી,કોડીનીરમાં 40 મિમી, વથલીમાં 38મિમી, ખેરગામાં 37 મિમી, સુરત શહેરમાં 30 મિમી વરસાદ છે.
સૌરાષ્ટ્રના ગામ સંપર્ક વિહોણા
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ચાર કલાકમાં ધોધમાર 11 ઈંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
જુનાગઢમાં આજે સોમવારે વહેલી સવારથી અવિરત મેઘમહેર છે, માણાવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું છે. બજારોમાં કમરસમાં પાણી ભરાતા ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે.
રાજકોટનાં ઉપલેટામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઉપલેટાના લાઠ ગામે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા ભયંકર દૃશ્યો સામે આવ્યા છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. સમગ્ર ગામમાં ઠેર ઠેર તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. ઘણાએ ગામો સંપર્કવિહોણા થયા છે અને જીવન ખોરવાયું છે. બીમાર અને સગર્ભા મહિલાઓના પરિવારજનો માટે મુસિબતો સર્જાઈ રહી છે. આ સાથે સતત વરસાદ અને પાણી ભરાતા બીમારી ફેલાવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે.
Also Read –