આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

Tourism: હવે માત્ર સાસણ નહીં ગુજરાતના આ બે સ્થળોએ પણ તમે મજા માણી શકશો લાયન સફારીની

અમદાવાદઃ ગુજરાતનું ગૌરવ અને સમગ્ર એશિયામાં માત્ર સૌરાષ્ટ્રના ગીર જંગલમાં જોવા મળતા સિંહની વસ્તી વધી રહી છે. ઉનાળામાં ગીર જંગલ ટૂંકુ પડતું હોઈ સિંહો રાજકોટ, ગોંડલ સુધી આવતા હોય છે. બીજી બાજુ લોકોને સાવજ જોવાની તાલાવેલી હોય છે અને તે માટે સાસણ ખાતે બારેમાસ પર્યટકોની લાઈન લાગે છે.

આ બન્ને વિષયોને ધ્યાનમાં રાખી હવે કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક નલિયા માંડવી વિસ્તારમાં લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજુરી અપવામાં આવી છે. બન્ને સફારી પાર્ક પાછળ અંદાજે કુલ રૂ. 100 કરોડનું ખર્ચ થઈ શકે છે.

કચ્છમાં 300 હેક્ટરમાં લાયન સફારી પાર્ક સાકાર થશે
કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અધિકારેએ જણાવ્યું છે કે નારાયણ સરોવર પાસે આશરે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક સાકાર થશે અને તેનો હેતુ પ્રવાસનને પ્રોત્સાહન સાથે બ્રીડીંગ સેન્ટર માટેનો પણ છે. લાયન સફારી સાકાર થયા બાદ સિંહ, દિપડાં સહિતના પ્રાણીઓ મંજુરી મેળવીને તેમાં વિહરતા જોઈ શકાશે. જ્યારે ઉના એ ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે અને ત્યાં પણ લાયન સફારી બનશે. આ સાથે અહીં દીવ પણ નજીક હોઈ, પર્યટકોને જંગલ અને સમુદ્ર બન્ને જગ્યાએ ફરવાનો અનુભવ મળશે.

રાજકોટમાં પણ સિંહોનું ઉછેર કેન્દ્ર હાલ કુલ 12 સિંહો
સૌરાષ્ટ્રમાં જુનાગઢ પછી રાજકોટમાં પણ સિંહોનું ઉછેર કેન્દ્ર (બ્રીડીંગ સેન્ટર) છે અને આજ સુધીમાં 50થી વધુ સિંહોનો અહીં જન્મ થયો છે, હાલ ઝૂમાં કૂલ 12 સિંહો છે. રાજકોટમાં ભવિષ્યમાં શરુ થનારા લાયન સફારીમાં સિંહોને શિકાર કરતા નહીં જોઈ શકાય પરંતુ, મુલાકાતીઓ તેને વાહનમાં બેસીને ખુલ્લા વિસ્તારમાં વિહરતા જોઈ શકશે. રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવ કાંઠે રમણીય વિસ્તારમાં આવેલા ઝૂને અડીને ખુલ્લી જમીનમાં લાયન સફારી બનાવવા ઝૂ ઓથોરિટીએ અગાઉ મંજુરી મનપાને આપી છે અને બાદમાં ત્યાં ફેન્સીંગ વોલ સહિતના કામો મંજુર કરાયા છે અને હાલ તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગીર જંગલ સિંહ, દિપડાં સહિત પ્રાણીઓને હવે ટૂંકુ પડી રહ્યું છે અને તેથી ખાસ કરીને ઉનાળામાં સિંહ, દિપડાં સહિતના પ્રાણીઓ ગોંડલ, રાજકોટ, ધોરાજીથી માંડીને છેક ચોટીલા સુધી આવી પહોંચતા હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…