દહેગામના ઝાંક ગામની શાળાના 100 થી વિદ્યાર્થીઓને અચાનક ઝાંખુ દેખાવા લાગતા મચી દોડધામ…

અમદાવાદઃ દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે એમ દેસાઈ સ્કૂલની નિવાસી શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓની આજે અચાનક તબિયત લથડી હતી. જેથી પહેલા 10થી 12 જેટલા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જે બાદ વધુ વિદ્યાર્થીઓને લઈ આવવામાં આવ્યાં હતી.
ઝાંક ગામની જે.બી દેસાઈ વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સોમવારે એકાએક આંખે ઓછું દેખાવાની તકલીફો થઈ હતી. ઘણાં વિદ્યાર્થીઓને ડબલ દેખાવાની તથા આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદ પણ કરી હતી. આ બાબતે સ્થાનિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવતા આ કોઈ વિઝનરી વિચિત્ર રોગચાળો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ગંભીર તકલીફો અને લક્ષણો જણાતા 12 વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે તેઓને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. રોગચાળાનું કારણ જાણવા માટે બ્લડ સહિતના સેમ્પલ પણ કલેક્ટ કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. બપોરે જમણવાર કર્યા પછી વિદ્યાર્થીઓને આંખે ડબલ દેખાવું ઝાંખાભાવી સહિતની તકલીફો ઊભી થઈ હતી. બપોરે આ વિદ્યાર્થીઓએ લાડુ, દાળ-ભાત, શાક સહિત જે ભોજન લીધું હતું, તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળામાં તથા હોસ્ટેલ બિલ્ડિંગમાં પીવાના અને વપરાશના પાણીના પણ સેમ્પલ લઈને તેને ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા હતા.