આપણું ગુજરાત

સલામ છે આવા અધિકારીને! પત્નીની વસમી વિદાયના ત્રીજા દિવસે કામે લાગ્યા અધિકારી

વડોદરા : ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેટેલ પેપર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરાનાં એક કર્મનિષ્ઠ અધિકારીનાં પરિવાર પર અણધારી મુસીબત આવી પડી હતી. તો પણ તેઓ તેમની ફરજ ભૂલ્યા ન હતા. તેમજ લોકશાહીનાં આ પર્વમાં અન્ય મતદારોને મતદાન થકી પોતાની પ્રાથમિક ફરજ અદા કરવાનો સંદેશો આપ્યો હતો.

આગામી 7 મે નાં રોજ ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે. જેને લઈ વહીવટી તંત્ર રાત દિવસ વ્યસ્ત છે. વડોદરામાં પણ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી અંતિમ તબક્કામાં હાલ ચાલી રહી છે. ત્યાં જ એક દુઃખદ ઘટનાં બનવા પામી હતી. જેમાં વડોદરાનાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી વિવેદ ટાંકનાં પત્નિ પ્રજ્ઞાબેન છેલ્લા 6 વર્ષથી કેન્સર જેવી ભયંકર બિમારીને લડત આપી રહ્યા હતા. જેઓનું અકાળે અવસાન થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ.

વિવેક ટાંકની વડોદરા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. ત્યારે એકાએક આવી પડેલ દુઃખદ ઘટનાને લઈ વિવેક ટાંક હિંમત હાર્યા ન હતા વિવેક ટાંક પત્નીની અંતિમ વિધિ જૂનાગઢ વતનમાં કરી 29 તારીખે બેસણાની વિધિ પતાવીને 30 તારીખે પરત ફરજ પર હાજર થયા છે અને પોસ્ટલ બેલેટથી મતદાન કરી મતદાર તરીકેની ફરજ પણ અદા કરી હતી. ત્યારે તેમની સાથે રહેલ અન્ય કર્મચારીઓ દ્વારા તેમને હિંમત આપી હતી. તેમજ તેઓની કામ પ્રત્યેની નિષ્ઠાને જોઈ સૌ કર્મચારીઓ તેમજ અધિકારીઓ દંગ રહી ગયા હતા. તેમજ વડોદરા જીલ્લા નાયબ ચૂંટણી અધિકારી વિવેદ ટાંક દ્વારા બુધવારે પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું. તેમજ લોકશાહીનાં આ પર્વમાં અન્ય મતદારોને મતદાન થકી પોતાની પ્રાથમિક ફરજ અદા કરવાનો એક અનોખું ઉદાહરણ આપ્યું હતું.

વિવેક ટાંકનાં પત્નિનાં અકાળે થયેલ અવસાનને લઈ વિવેક ટાંક દ્વારા સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતી એક કવિતા પણ લખી હતી. આવો જોઈએ તે કવિતાનાં અંશ
અંતે રંગમહેલ તૂટી પડ્યો
મહેલનું સાકાર અસ્તિત્વ
આ જગતમાંથી હંમેશ માટે ભૂંસાઈ ગયું
પંછી ઊડ ગયાં
હે નાથ ! તુ એને ખોળામાં લઈ લેજે
( સ્થૂળ દેહે અલવિદા જીવનસાથી ! મારામાં તુ હંમેશા જીવિત રહીશ , You was the bravest fighter against Cancer )
कृष्णं वन्दे जगद्गुरुम् । ठाकुर । माँ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત