આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓની બદલી હવે ડીજીપી જ કરી શકશે

અમદાવાદઃ ગુજરાત પોલીસ વિભાગ(Gujarat Police)ના કર્મચારીઓ અને અધિકારીઓની આંતરજિલ્લા બહાર બદલી કરવાની સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, સાથે બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્ર રદ્દ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓને લઈને મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તરફથી લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડા પાસે રહેશે.

અગાઉ કોઈપણ એક રેંજમાં આંતરિક બદલીઓની સત્તા રેંજ આઈજીને સોંપાઈ હતી. પરંતુ હવે બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરાયા હતા. જેના પગલે હવે રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને પરિપત્ર જાહેર કરી જાણ કરવામાં આવી છે. હવેથી આંતરજિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button