આપણું ગુજરાત

જમાલપૂરના ધારસભ્યને જાનથી મારી નાખવાની ધમકી ; મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી કરી માંગ

અમદાવાદ: ગુજરાતના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને (Jamalpur Mla Imran Khedawala )જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના ઘરની બાજુમાં ઓફિસ ધરાવતા ઈરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી નામના યુવકે મકાન બનાવવાની બાબતને લઈને ઈમરાન ખેડાવાલાની ભત્રીજી સાથે બોલચાલ કરીને કહ્યું હતું કે, હું સવારમાં કોઈ એકની વિકેટ પાડી દઇશ. જાનથી મારી નાખવાની ધમકીને પગલે ઇરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી સામે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બાબતે ઈમરાન ખેડાવાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાને લઈને આવા ગુંડાઓ પર આકરી કાર્યવાહી કરવાની માંગ કારી છે. તેમણે ડીજીપીને મળીને પણ આ મામલે ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે આરોપી ઈરફાન પર લોકોને મારવાના કેસો પણ દાખલ છે. હાલ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના જૂન મકાનનું કામ ચાલે છે, જેને લઈને આરોપી અને ધારાસભ્યના ભાભી અને ભત્રીજી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ આ મકાન નહિ થવા દઉં અને જો થશે તો કોઈ એકે જીવ દેવો પડશે એવી ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો : નૈઋત્યનું ચોમાસું વધી રહ્યું છે આગળ : ગુજરાતના ઘણા ભાગોમાં આજે મેઘમહેર યથવાત

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આરોપ કરતાં કહ્યું છે કે , ઈમરાન આની પહેલા પણ એક હત્યાના કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યો છે અનેઆની પહેલા પણ ધારાસભ્યના ભાઈ પર હુમલો કરી ચૂક્યો છે. ગઈરાતે 9:30 આસપાસ મારા ઘરે આવ્યો હતો અને મારા ભાભી અને ભત્રીજીને ધમકાવવા લાગ્યો હતો કે તારા તારા ઘરેથી કોઇની વિકેટ પાડીશ અને હું ઈમરાનને પણ ગોળીથી મારી નાખીશ. આ પહેલા પણ એપ્રિલ માસમાં ધમકી આપી હતી અને તેની ફરિયાદ કરતાં પોલીસે ધરપકડ કરી હતી પરંતુ હાલ જામીન પર બહાર છે.

ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, મારે તેની સાથે કોઈ દુશ્મની નથી, પરંતુ મારા વિસ્તારમાં હું કોઈ ખોટું કામ થવા દેતો નથી. હાલ નશાકારક પદાર્થોને લઈને મે એક અભિયાન ઉપાડ્યું છે અને તેને લઈને તે મને મારવા માંગે છે. આ બાબતે તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે જો ધારાસભ્યના પરિવારને ધમકી મળી શકતી હોય તો સામાન્ય માણસન સ્થિતિની આપ કલ્પના કરી શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button