નવસારીની હોટેલમાં બોયફ્રેંડ સાથે ગયેલી યુવતીનું મોત આ રીતે થયું…

ગુજરાતના નવસારીમાંથી મોતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોટલમાં યુવક સાથે શારીરિક સંબંધ બાંધતા યુવતીનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેક્સ કરતી વખતે છોકરીના પ્રાઈવેટ પાર્ટમાંથી ઘણું લોહી વહી ગયું અને તે બેભાન થઈ ગઈ. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તપાસ કર્યા પછી, ડોકટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો :આરોગ્ય ક્ષેત્રે સરકારની મહત્ત્વની કામગીરીઃ ગુજરાતમાં 100 એમ્બુયલન્સને આપી લીલી ઝંડી…

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે સેક્સ દરમિયાન યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી વધુ પડતું બ્લીડિંગ થયું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. આ પછી પોલીસે છોકરીના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. આ બાબતે પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 238 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બંને શારીરિક સંબંધો માટે હોટેલમાં ગયા હતા.
વધુમાં ઉમેરતા તેમણે કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે સેક્સ દરમિયાન યુવતીને તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે ભારે રક્તસ્રાવ થયો હતો. આરોપી બોયફ્રેન્ડે ન તો 108ને ફોન કર્યો અને ન તો તેને હોસ્પિટલ લઈ ગયો. જ્યારે યુવતી લાંબા સમય બાદ હોસ્પિટલ પહોંચી તો તેનું મોત નીપજ્યું હતું. આ કારણોસર આરોપી ભાર્ગવની ધરપકડ કરવામાં આવી છે.