વેફર પેકેટમાંથી મૃત દેડકા બાદ બનાસકાંઠામાં ચવાણાંના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી

બનાસકાંઠાઃ છેલ્લા ઘણા સમયથી બનાઈ રહેલા એક પછી એક બની રહેલા બનાવોને જોતાં લાગે છે કે બહારનું ખાતા પહેલા એકવાર વિચાર થાય. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં થરાદના એક ગામમાં ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી મળી આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હાલ ખાદ્ય પદાર્થોમાંથી મળી આવેલી જીવજંતુઓની ઘટનાઓને લઈને ભારે ફફડાટ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થરાદના એક ગામમાં ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પેકેટનો નાસ્તો બાળકોએ કરતા તેમને ઝાડા ઉલટી પણ થયા હતા. વ્યક્તિએ ફૂડ એન્ડ ડ્રગ્સને ઘટનાની જાણ કરતા ટીમ તપાસ માટે નાસ્તાનો નમૂનો લઇ ગઇ છે. અત્રે ઉલ્લેખાનીય છે કે થોડા દિવસ પહેલા બાલાજી વેફર્સના પેકેટમાંથી પણ મરેલો ઉંદર નીકળ્યાનો દાવો સામે આવ્યો હતો.
વેફરના પેકેટમાંથી મૃત દેડકા બાદ થરાદના એક ગામમાં રહેતા પરિવારના ઘરમાંથી નમકીનના બે પેકેટમાંથી મૃત ગરોળી નીકળવાની ઘટના ઘટી છે. 10થી 15 દિવસ પહેલા નમકીનના બે પેકેટ લાવ્યા હતા અને આ પેકેટમાંથી બાળકો નાસ્તો કરતા હતા. આ બે બાળકોને નાસ્તો ખાઘા બાદ ઝાડા ઉલ્ટી થયા હતા. જે બાદ પિતાએ પેકેટ પાછળની એક્સપાઇરી ડેટ જોવા માટે પેકેટને અંદરથી તપાસતા તેમને મરેલી ગરોળી જોવા મળી હતી. તેમણે આ અંગેની જાણ દુકાનદારને કરી હતી અને કંપનીમાં ફોન કરતા તેમણે ભૂલ સ્વીકારી ન હતી. જેથી આ વ્યક્તિએ ગ્રાહક સુરક્ષામાં આ અંગેની ફરિયાદ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નમુના લઈ વધુ તપાસ હાથ ધરી છે.