ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ્દ, 330 બેઠકોનો ઘટાડો, GAUએ આપ્યું આ કારણ

જામનગર: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ઘણી આયુર્વેદિક કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કડક પગલાં લીધાં છે. યુનિવર્સિટીએ આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહિસાગર, આણંદ અને ગોધરા જિલ્લામાં આવેલી 6 આયુર્વેદ કોલેજોને માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદની એક સરકારી કોલેજનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં આયુર્વેદિક કોલેજોમાં એજ્યુકેશન ક્વોલિટી સુધારવા માટે GAU (ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) એક્શનમાં આવી છે. GAUએ અમદાવાદ ગાંધીનગર, આણંદ, કાલોલ, મહીસાગર અને ગોધરા જીલ્લામાં આવેલી 6 આયુર્વેદિક કોલેજો સાથેનું જોડાણ રદ કરવાનું નક્કી કર્યું છે.
જો કે સરકારી કોલેજો ઉપર ભાગ્યે જ જોવા મળતી આવી કાર્યવાહીથી અમદાવાદની અખંડાનંદ સરકારી આયુર્વેદ કોલેજમાં OPD અને IPD ત્રણ અલગ અલગ જગ્યાએ હોવાથી જોડાણ રદ કરવાનું નક્કી કર્યું છે. આ સિવાયની અન્ય પાંચ સેલ્ફ ફાયનાન્સ કોલેજોનું જોડાણ રદ કર્યું છે.
કઈ કઈ કોલેજનું જોડાણ રદ થયું?
1 સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ
2 શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ, ગાંધીનગર
3 અનન્યા કોલેજ ઓફ આયુર્વેદ, કલોલ
4 ધન્વન્તરી આયુર્વેદ કોલેજ – હોસ્પિટલ, મહિસાગર
5 ભાર્ગવ આયુર્વેદ કોલેજ, આણંદ
6 જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ ગોધરા
આ 6 કોલેજોનું જોડાણ રદ થવાનને કારણે ગુજરાતની 29 આયુર્વેદિક કોલેજોની 2400 બેઠકોમાંથી 330 બેઠકો ઘટી જશે અને 26 કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. મુકુલ પટેલે જણાવ્યું હતું કે પ્રોફેસરો અને લેબ સહિતની જરૂરી સુવિધાના અભાવે કોલેજો સામે કાર્યવાહી કરવી પડી હતી. દર વર્ષે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. નિરીક્ષણ, સુનાવણી, શૈક્ષણિક સમિતિ અને બોર્ડ ઓફ ગવર્નર્સ આ બાબતો પર નિર્ણય લે છે. ટીચિંગ સ્ટાફ અને હોસ્પિટલોની ગુણવત્તા સુધારવા માટે પગલાં ભરવા પડશે, જેથી કોલેજોમાં ટૂંક સમયમાં સુધારો જોવા મળી શકે.