અમદાવાદમાં આજે વરસાદની આગાહીથી ખેલૈયાની બગડી શકે છે મજા, ડાંગમાં 24 કલાકમાં સાડા ઇંચ વરસાદ
Top Newsઆપણું ગુજરાત

અમદાવાદમાં આજે વરસાદની આગાહીથી ખેલૈયાની બગડી શકે છે મજા, ડાંગમાં 24 કલાકમાં સાડા ઇંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આજે ત્રીજા નોરતે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7 દિવસ સુધી વરસાદી વાતાવરણ જળવાઈ રહશે. આજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં જ્યાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે તેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, અને ડાંગમાં યલો એલર્ટ છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 27થી 30 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગ આહવામાં સૌથી વધુ 4.49 ઇંચ વરસાદ વરસ્યો હતો. સુબીરમાં 1.50 ઇંચ, વઘઈમાં 1.34 ઇંચ, કપરાડામાં 0.98 ઇંચ, ફતેપુરામાં 0.39 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાયના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં સરેરાશ 111.03 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી 135,95 ટકા, ઉત્તર ગુજરાતમાં 119.27 ટકા, પૂર્વ મધ્યમાં 113.25 ટકા, સૌરાષ્ટ્રમાં 95.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 116.56 ટકા વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમ 96.28 ટકા ભરાયેલો છે, રાજ્યના અન્ય 206 જળાશયોમાં 94.66 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 145 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 115 ડેમ સો ટકા ભરાયેલા છે. રાજ્યમાં હજુ પણ 120થી વધારે રોડ રસ્તા બંધ છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, નવરાત્રીમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 25 સપ્ટેમ્બરથી મોટાપ્રમાણમાં વાતાવરણમાં ફેરફાર આવી શકે છે. જેમાં ખાસ કરીને રાજ્યના કેટલાક ભાગોમાં તો 4 ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા છે. જેમાં 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી મેઘો અનરાધાર વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button