બાર વર્ષે પાછી સાસરે ફરેલી વહુએ પરિવાર સાથે એવું કંઈક કર્યું કે…
પાટણ જીલ્લાના એક ગામમાં સાસરીયાઓથી રિસાયેલી પરિણીતાએ ચોંકાવનારું પગલું ભર્યું હતું. સાસરિયાઓએ આરોપ લગાવ્યો છે કે ઘરની વહુએ ખાવામાં ઝેર ભેળવી દીધું હતું જેને કારણે દેરનું મોત નીપજ્યું છે. સસરાને પણ ઝેરી ખોરાકની અસર થઇ હતી, તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ, ફરિયાદ મળ્યા બાદ પોલીસે પરિણીતાને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો: UPમાં વહુના ‘પ્રેમ’થી સાસુ એટલી તો પરેશાન થઈ કે તેણે સરકારની મદદ માગવી પડી
અહેવાલ મુજબ આ મામલો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામનો છે. પતિ અને સાસરિયાઓથી રિસાઈને 12 વર્ષથી પિયરમાં બેઠેલી પરિણીતા સમજાવીને સંબંધીઓ ચાર દિવસ પહેલા જ સાસરે લઈ આવ્યા હતા. પતિ સાથે સહમત ન થતાં પરિણીતાએ આખા પરિવારને ઝેર આપીને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.
પરિવારજને જણાવ્યું કે, પરિવારના સભ્યોને ખવડાવતા પહેલા વહુંએ રસોડામાં બે અલગ અલગ વાસણોમાં દાળ બનાવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આજે અલગ-અલગ વાસણમાં દાળ કેમ રાંધવામાં આવે છે? તો જવાબમાં તેણે કહ્યું, મારો દીકરો મસાલા વાળો ખોરાક નથી ખાતો એટલે હું તેના માટે મૂળાની દાળ બનાવું છું. હકીકતે પરિણીતા તેના પરિવારના સભ્યોને મારવા ગામના શંકર ભગવાન મંદિર નજીકથી ધતુરાના બીજ લાવી હતી અને ધતુરાના બીજનો ભૂકો કરીને તેને ઉકળતી દાળમાં ભેળવી દીધો હતો.
આ પણ વાંચો: પુત્રનો મોહ હજુ કેમ જતો નથી: વહુએ દીકરીને જન્મ આપ્યો તો દાદીએ પૌત્રીનું…
પરિણીતાના દેરએ ભોજન ખાધા બાદ તબીયત લથડી હતી. પરિવારજનો કંઈ સમજે તે પહેલા જ દેરનું મોત થઈ ગયું. જમતી વખતે પરિણીતાના સસરાની હાલત નાજુક થવા લાગી. તેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં લઇ જાવામાં આવ્યા.
સદભાગ્યે, પરિણીતાના પતિ, બીજા દેર અને ભત્રીજીએ ખેતરના કામ અને અન્ય કારણે ખાવાનો ઇનકાર કર્યો હતો.
બનાવ અંગે પાટણના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, હાલ પરિણીતાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં રહી છે.