પ્રાંતિજમાં ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ચાલકના થઈ ગયા બે ટુકડા

હિંમતનગરઃ ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે સવારે સાબરકાંઠાના પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક ટ્રક અને સિમેન્ટના ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 25 વર્ષીય ટેન્કર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રક સાથે સિમેન્ટ ટેન્કર અથડાયો હતો. આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કરવામાં આવ્યા હતા અને મૃતદેહને પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…અમદાવાદમાં પતંગોત્સવનો આરંભ, દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો માત્ર ગુજરાતનો
ટેન્કર ચાલકના શરીરના થઈ ગયા બે ટુકડા
પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટનું ટેન્કર ધડાકાભેર અથડાયું હતી. આ દુર્ઘટનામાં 25 વર્ષીય ટેન્કર ચાલક દિલીપ ચોકીદાર મૃત્યુ નિપજ્યું હતું. તેમના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. જ્યારે ટ્રક ચાલક હીરાલાલ રબારીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.