આપણું ગુજરાત

ગુજરાતના ડાંગ જિલ્લામાં શિયાળામાં જામ્યો વરસાદી માહોલ…

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, અહીંના સાપુતારા, આહવા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શનિવારે પણ વાતાવરણ વરસાદી રહ્યું હતું.

અહીંના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને ગાઢ વાદળો છવાયેલા રહ્યા હતા. આહવાના કેટલાક ભાગોમાં સમયાંતરે વરસાદ પડ્યા કર્યો હતો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ભેજમાં નોંધપાત્ર વધારો થયો હતો. પર્યટન સ્થળ સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ જોવા મળ્યો હતો.

મોડી રાત્રે સાપુતારા, ઘોટીયામલ અને નજીકના ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. વરસાદની તીવ્રતા ઓછી હોવા છતાં, શિયાળાની ઋતુ દરમિયાન અણધાર્યા વરસાદથી ઉભા પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે, ભારતીય હવામાન વિભાગે ગુજરાતના કોઈપણ ભાગમાં વરસાદની આગાહી કરી ન હતી, છતાં આ વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો, જેનાથી રહેવાસીઓ અને ખેડૂતો ચિંતામાં મુકાઈ હતા.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button