ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી: ડાંગને નવા DDO મળ્યા, સુડામાં પણ નવા CEOની નિમણૂક

અમદાવાદ: રાજ્યમાં બે આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણુકનાં આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના 2 આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણુક કરવામાં આવી છે. આ બદલીથી ડાંગ જિલ્લાને નવા જિલ્લા વિકાસ અધિકારી મળ્યા છે.

મળતી વિગતો અનુસાર સુરત શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) કે.એસ. વસાવાની બદલી કરવામાં આવી છે. તેમને ડાંગ-આહવા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બદલીથી પાટીલ આનંદ અશોકને સોંપાયેલા વધારાના હવાલામાંથી મુક્તિ મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં બદલીનો દોર; એકસાથે 18 IAS અધિકારીઓની બદલી…
તે ઉપરાંત ગયા મહીને ડાંગના વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી સુથાર રાજ રમેશચંદ્રની નર્મદાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી, તેને રદ કરવામાં આવી છે અને તેની સેવાઓ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને સોંપવામાં આવી છે, જ્યાં તેઓ કે.એસ. વસાવાના સ્થાને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) ના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) તરીકે નિયુક્ત થશે.