પાણી પહેલા પાળઃ દાના વાવાઝોડાની સંભવિત અસરને કારણે આ ટ્રેન થઈ રદ
અમદાવાદઃ દાના વાવાઝોડું આજે ઓરિસ્સામાં લેન્ડ થાય તેવી સંભાવના છે ત્યારે સમુદ્રી તટ પર તેની અસર જોવા મળશે તેવી આગાહીના પગલે ગુજરાતમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની એક ટ્રેન રદ કરવામાં આવી હોવાનું રેલવેએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવે વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ચક્રવાત દાનાને પગલે ગુજરાતથી પૂર્વીય તટ વિસ્તારમાં જતી ટ્રેનના મુસાફરોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.
Also Read – શું હમ દો હમારે દો મુશ્કેલીઓ વધારશે? ગુજરાતમાં પણ બાળકો ઘટી રહ્યા છે ને…
દાના વાવાઝોડું જેમ જેમ ભારત તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દરિયા કિનારાના રાજ્યોની ચિંતા વધી રહી છે. માહિતી અનુસાર 23મીથી 26મી ઑક્ટોબર વચ્ચે વાવાઝોડાની ભીષણ અસરને જોતાં 197 ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે, જેમાં પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ (ટ્રેન નંબર- 22974-ટ્રેન 26મી ઓક્ટોબર 2024)ના રોજ રદ કરવાનો રેલવે વિભાગે નિર્ણય કર્યો છે.