વલસાડમાં તળાવમાં ડૂબી જવાથી 4 વિદ્યાર્થીના મૃત્યુ; પંથકમાં ગમગીની વ્યાપી

વલસાડ: વલસાડનાં કપરાડામાં રોહીયાળ તલાટ ગામે એક દુખદ ઘટના સર્જાય છે. જેમાં ગામમાં આવેલા પાંડવ કુંડમાં વાપીની એક કોલેજના 4 વિદ્યાર્થીઓના ડૂબી જતા મૃત્યુ થયા છે. વાપીના વિદ્યાર્થીઓનું જુથ અહી ફરવા માટે આવ્યું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાતાં પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે..
રોહીયાળ તલાટ ગામની ઘટના
મળતી વિગતો અનુસાર વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકામાં રોહીયાળ તલાટ ગામે આવેલા પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે. વાપીની કોલેજમાં અભ્યાસ કરતાં આઠ વિદ્યાર્થીનું ગૃપ રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવ કુંડ ખાતે ફરવા આવ્યા હતા. તેમાંથી લગભગ ચાર વિદ્યાર્થીઓ અને એક રિક્ષા ચાલક કુંડમાં નહાવા પડ્યા હોય તે દરમિયાન આ દુર્ઘટના સર્જાય હતી.
આ પણ વાંચો…રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલનાકું બંધ કરવા આંદોલનના મંડાણ; આ કારણે ઉઠી માંગ
2 યુવક અને 2 યુવતીના મૃત્યુ
તળાવમાં નહાવા પડેલા લોકો ડૂબતાં સ્થાનિકોએ તાત્કાલિક બહાર કાઢ્યા હતા. વિદ્યાર્થીઓ દમણના હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં 2 યુવક અને 2 યુવતીઓનો સમાવેશ થાય છે. દુર્ઘટના બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વધુ તપાસ હાથ ધરી હતી. એક સાથે 4 જેટલા લોકોના મૃત્યુથી આ બનાવથી પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે..