આત્મહત્યા પહેલા પત્ની અને દીકરાને પણ ઝેર આપ્યું! પ્રાથમિક કારણ ફોરેક્સ ટ્રેડિંગમાં…

વલસાડઃ લોકોમાં ધીરજ હવે ખૂટવા લાગી હોય તેવા અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે વર્ષના દીકરાને ઝેર આપીને મારી નાખ્યા અને બાદમાં તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, ફોરેક્સ ટ્રેડિંગમાં થયેલા મોટા નુકસાનને કારણે તે તણાવમાં હતો. જેના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જો કે, સાચુ કારણ શું છે? તે મામલે અત્યારે પોલીસે તપાસ કરી રહી છે.
સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી
સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિકોએ ત્યા દોડી આવ્યાં હતાં. કલાકો સુધી ત્યા રોકાયા બાદ પર શિવમે દરવાજો નહોતો ખોલ્યો અને અંદરથી કોઈ જવાબ પણ નહોતો આવ્યો. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને દરવાજો તોડીને ત્રણેય હોસ્પિટલ ખસેડ્યા હતાં પરંતુ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. પોલીસનું કહેવું છે કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
પત્ની અને બાળકોને મારી પોતને પણ પંખા સાથે લટકી ગયો!
મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, આ હ્રદય કંપાવતી દુ:ખદ ઘટના વલસાડના ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમાં બની છે. આ સમગ્ર ઘટનાની ડીએસપી ભાર્ગવ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે, મૃતકની ઓળખ 28 વર્ષીય શિવમ વિશ્વકર્મા તરીકે થઈ છે. શિવમે પહેલા પોતાના પત્ની (ઉંમર- 25 વર્ષ) અને બે વર્ષના દીકરાને ઝેર આપ્યું હતું. એ તે બન્નેનું મોત થયા બાદ શિવમે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. આ મામલે વધારે તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિવમ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરતો હતો અને મોટા નુકસાનને કારણે માનસિક તણાવમાં હતો. હતાશાની આ સ્થિતિમાં તેણે આ ભયાનક પગલું ભર્યું.
શિવમે ઝેર ક્યાંથી ખરીદ્યું? પોલીસ તપાસનો વિષય
પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, શિવમે ઝેર ક્યાંથી ખરીદ્યું? શું તે અન્ય કોઈ કારણોસર તણાવમાં હતો? પ્રાથમિક કારણ તે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણનું સામે આવ્યું છે, પરંતુ મૂળ કારણ એ જ હતું કે પછી કોઈ અન્ય કારણ જવાબદાર હોઈ શકે! તે મામલે પોલીસે તપાસ આરંભી છે. મહત્વની વાત એ છે કે, આવી ઘટનાએ સતત વધી રહી છે. લોકો હતાસા અને તણાવમાં પોતાની જીવન ટૂંકાવી દેતા હોય છે. પરંતુ આત્મહત્યા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી! જો કોઈ વ્યક્તિ હતાશ કે તણાવ માં હોય તો તેના માટે પણ પોલીસ સહાય અને મદદ કરે છે. જેથી પોતાના સમસ્યાઓ બીજા સાથે શેર કરવાથી તણાવ દૂર પણ થઈ શકે છે.
નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વસ્થતા માટે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)
આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડામાં AMTS પાછળ કાર ઘૂસી ગઈ, એકનું મોત