વલસાડ

વલસાડ પાલિકાની ચૂંટણીઃ 96 બેઠક માટે કેટલા દાવેદારોએ ટિકિટની કરી માગણી

વલસાડ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની (gujarat local body election) ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. હાલ તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં જીત હાંસિલ કરવા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન વલસાડ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ટિકિટ માટે ભાજપમાં રાફડો ફાટ્યો છે. અહી 96 બેઠક માટે 404 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં AAP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા તૈયારઃ ઈસુદાન ગઢવી…

ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં રાજ્યની મનપા અને નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે. આ દરમિયાન વલસાડ નગર પાલિકાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત કૉંગ્રેસમાં કકળાટ, હિંમતનગરમાં કાર્યાલય ખાતે થઈ બબાલ

96 બેઠક માટે ભાજપમાંથી 404 દાવેદારો
ભાજપ દ્વારા ફોર્મ લઇ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડ, પારડી અને ધરમપુર નગર પાલિકાની 96 બેઠક માટે ભાજપમાંથી અઘઘ 404 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે. બીજી તરફ જિલ્લા પ્રમુખે કાર્યકરોનો ઉત્સાહ જોઈ ત્રણે પાલિકામાં ભાજપની જીતનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન મુદ્દે અનેક તર્કવિતર્ક

વલસાડમાં 183 દાવેદારોએ ફોર્મ ભર્યા
વલસાડ જિલ્લામાં ત્રણ નગરપાલિકામાં વલસાડમાં સૌથી વધુ 183, પારડીમાં 106 અને ધરમપુર પાલિકામાં 115 દાવેદારોએ ફોર્મ ભર્યા છે. વલસાડ જિલ્લામાં ભાજપે ચૂંટણી જાહેરાત થયા બાદ તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button