ફરી ગુજરાતની ધરા ધ્રુજી; વલસાડમાં 3.7ની તીવ્રતા ભૂકંપનો આંચકો
વલસાડઃ ગુજરાતમાં ભૂકંપ માટે ખૂબ જ સંવેનશીલ ગણાતા કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે વહેલી સવારે 4.45 વાગ્યાની આસપાસ વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની 3.7ની તીવ્રતા નોંધાઈ છે.
આજે વહેલી સવારે 3.7નો તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 39 કિમી દૂર નોંધાયું છે. ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના થઈ નથી.
Also read: કચ્છમાં ભૂકંપઃ અનેક તાલુકામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
શનિવારે કચ્છમાં ભૂકંપનો આંચકો ધરતીકંપ માટે અંત્યંત સંવેદનશીલ કચ્છ જિલ્લાને સતત ધ્રુજાવી રહેલા આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે તેવામાં શનિવારે બપોર બાદ રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાવાળા ભૂકંપના શક્તિશાળી આંચકાએ કચ્છની ધરાને ધ્રુજાવી હતી અને ગુલાબી ઠંડી વચ્ચે કચ્છના પેટાળમાં વધી ગયેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે ગભરાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શનિવારે ઢળતી બપોરે 4 અને 37 મિનિટે ઉદભવેલા આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઇ આસપાસ નોંધાયું હતું.