તાપી

તાપીમાં આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરનારાઓને હર્ષ સંઘવીએ આપી ચેતવણી; કહ્યું….

વ્યારા: તાપીનાં સોનગઢ ખાતે ચાલી રહેલી મોરારિબાપુની રામકથાનો આજે છઠ્ઠો દિવસ હતો. ત્યારે આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું શ્રવણ કર્યું હતું. આ દરમિયાન તેમણે આદિવાસી વિસ્તારમાં થતાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આદિવાસી પ્રજાને ભોળવીને કે ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવનારા લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે આવી પ્રવૃતિઓ પર ગુજરાત સરકાર નજર રાખી રહી છે.

આ પણ વાંચો: 30 વર્ષ પહેલા ધર્મ પરિવર્તન કરી ચુકેલા 45 પરિવાર ફરી બન્યા હિન્દુ, ચર્ચના સ્થાને બનાવ્યું મંદિર…

મોરારી બાપુએ વટાળ પ્રવૃતિની વેદના ઠાલવી

પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે આયોજિત રામકથામાં મોરારિબાપુએ ગરીહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સમક્ષ વટાળપ્રવુતિની વેદના ઠાલવી હતી. તેમણે એક પત્ર વાંચ્યો હતો જેમાં સ્થાનિકે કહ્યું હતું કે સ્થાનિક સ્તરે માત્ર ધોરણ 5 સુધીની જ સરકારી શાળા છે અને તેની પણ હાલત પણ ભયાનક છે, શિક્ષકોની ઘટ છે અને બાળકોને સેલવાસ અને દમણ મોકલવા પડે છે, જયા ધોરણ 12 સુધીનું મફત શિક્ષણ મળે છે અને ત્યાં કથિત ધર્મગુરુઓ તેમને ખ્રિસ્તી બનાવી નાખે છે, તેવી વાત કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ આપી ચેતવણી

મોરારી બાપુનાં નિવેદન બાદ ધર્મપરિવર્તન મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આદિવાસી ભાઈ-બહેનો જે ભોળાભાળા ભગવાનનું બીજું સ્વરૂપ છે. તેઓને કોઈ ભોળવી-ફોસલાવી, કોઈ પણ પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતા પૂર્વક પગલાં લે છે અને આગળ પણ લેશે. આપણો આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ સાથે જોડાયેલો વિસ્તાર, પરંતુ આવા ભોળાભાળા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મપરિવર્તન ના વિષય ની અંદર જો કોઈ પણ પ્રકારે, કોઈ પણ ગામમાં, જો ખોટી રીતે ફસાવવામાં આવશે. તો સરકારી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button