સુરતમાં યુવકે કિન્નરની કરી હત્યા, બંને રહેતા હતા સાથે
Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના સલાબતપુરામાં કિન્નરની હત્યાનો મામલો સામે આવ્યો છે. કિન્નરનો મૃતદેહ ઉમરવાડા ટેનામેન્ટ સ્થિત તેના રહેણાંક મકાનમાંથી મળ્યો હતો. તેના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીનો રેપ-હત્યા કેસઃ આરોપીએ તબલા ટીચરને ઉતારી હતી મોતને ઘાટ…
નજીવી વાતમાં થયેલા ઝઘડાનો કરૂણ અંજામ
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું, કિન્નર છેલ્લા ત્રણ દિવસથી કિશન નામના યુવક સાથે રહેતી હતી. કિશન તેની માતા સાથે ઉમરવાડા ટેનામેન્ટમાં જ રહેતો હતો. કિન્નર અને કિશન વચ્ચે કોઈ નજીવી વાતને લઈ ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને કિશને કિન્નર સંજના પર ચપ્પા વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. જેના કારણે કિશને હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલ મોકલીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચો: બોલો, પુરાવાના અભાવે હત્યાના આરોપીનો આઠ વર્ષ પછી નિર્દોષ જાહેર
ડીસીપીએ શું કહ્યું?
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું, શરીર પર ઘાના તાજા નિશાન હતા. જેનાથી ઘટના સવારના સમયે બની હોય તેમ લાગી રહ્યું છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો સમય અને કારણ જાણી શકાશે. આરોપી કિશનના સંબંધ કિન્નર સાથે હતા. કિન્નર કિશનના ઘરે જ રહેતી હતી. પોલીસે આરોપી કિશનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.