
સુરત: સુરતનાં માંડવી તાલુકામાં કેનાલમાં ભંગાણ પડવાને કારણે આજે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેનાલમાં સર્જાયેલા મોટા ભંગાણને કારણે નહેરનું પાણી ખેતરોમાં પહોંચી ગયું હોય તેનાથી ખેતીપાકને નુકસાન થવાની સંભાવના છે. ઘટનાની જાણ થતાંની સાથે સિંચાઈ વિભાગનાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ પણ પાણીનો પ્રવાહ બંધ થયો નથી.
Also read : ઉત્તરનાં રાજ્યોમાં હિમવર્ષાની અસર દેખાઈ ગુજરાતમાં; જાણો શું કરી હવામાન વિભાગે આગાહી…
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાનાં માંડવીના ઉશ્કેર નજીક નહેરમાં ભંગાણ પડ્યું હતું. કેનાલના ભંગાણના કારણે નહેરનું પાણી આજુબાજુનાં ખેતરોમાં પહોંચી ગયું હોય તેનાથી ખેતીપાકોને નુકસાન થયું છે. ઘટનાની વિગતો મળ્યા બાદ સિંચાઈ વિભાગનાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં છે અને નહેરનાં ભંગાણને બંધ કરવાની કામગીરી આદરી છે.
Also read : સુરતથી ACB એ ઝડપ્યો લાંચિયો તલાટી; આવાસ યોજનાનાં લાભાર્થીનાં ફોર્મમાં સહી કરવા માંગી હતી લાંચ…
તંત્રની કામગીરી છતાં હજુ સુધી પાણીનાં પ્રવાહને બંધ કરવામાં તંત્રને સફળતા મળી નથી. હજુ પણ તેમાં તંત્રને કલાકોનો સમય લાગી શકે છે. હજુ સુધી નહેરનાં ભંગાણથી વહી રહેલા પાણીનો પ્રવાહ રોકાઈ રહ્યો નથી અને આથી ખેડૂતોનાં ઊભા મોલને નુકસાનીની ભીતિ છે. કેનાલનાં ભંગાણનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પૂર જેવી સ્થિતિનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને પણ અવરજવર કરવામાં હાલાકી પડી હતી.