સુરત

સુરતઃ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માણતા હતા દારૂની મહેફિલ, રેડ પડતાં જ….

સુરતઃ થર્ટી ફર્સ્ટની રાત્રે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ રેડ પાડવામાં આવી હતી, જો કે રેડ પડી હોવાની જાણ થતાં જ ત્રણ વિદ્યાર્થી નાસી ગયા હતાં. જ્યારે એક વિદ્યાર્થીને ઝડપી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રજીસ્ટ્રાર અને કુલપતિ ઘટના સ્થળે સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલયમાં પહોંચ્યા હતાં.

વર્તમાન વિદ્યાર્થીઓ અને સસ્પેન્ડ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ સાથે મળીને દારૂની પાર્ટી કરી રહ્યા હતા. યુનિવર્સિટી વિરુદ્ધ આચરણ માટે સસ્પેન્ડ કરાયેલા એક વિદ્યાર્થી પણ તે સમયે હાજર હતો. બધાએ મળીને દારૂની પાર્ટી યોજી હતી.

આ પણ વાંચો : 31મી ડિસેમ્બરે સુરતીઓએ હટકે કરી ઉજવણીઃ એક લાખ લોકોએ એકસાથે કર્યો હનુમાન ચાલીસાનો પાઠ અને…

આ અંગેની જાણ થતાં જ વીસી સ્થળ પર પહોંચી ગયા હતા. બંધ રૂમમાં વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હતા, ત્યાં તપાસ કરવામાં આવી હતી. એક વિદ્યાર્થી ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ રૂમની બહારથી અથવા બાલ્કનીમાંથી કૂદીને નાસી ગયા હતા.

હોસ્ટેલના વોર્ડન ડૉ. ભરત ઠાકરે ફરિયાદમાં લખાવ્યું હતું કે, માહિતી મળી, ત્યારે સિક્યુરિટી ગાર્ડ મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૂમમાં ગયા હતા. તે વખતે ચાર વિદ્યાર્થીઓ અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પરંતુ ત્રણ વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહ્યા, જેમાંથી મનોજ તિવારી અને અન્ય બે વિદ્યાર્થીઓ ભાગી છુટ્યા હતા, જ્યારે અભિજીત ઝડપાઈ ગયો હતો. હોસ્ટેલના પહેલા માળે આવેલી રૂમની બાલ્કનીમાંથી કૂદનાર વિદ્યાર્થી સસ્પેન્ડડ છે. પોલીસે આ ત્રણ વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button