વાપીમાં પ્રેમિકાને બીજા યુવક સાથે વાત કરતાં જોઈ ગયો પ્રેમી, બંનેનું ઢાળી દીધું ઢીમ | મુંબઈ સમાચાર
સુરત

વાપીમાં પ્રેમિકાને બીજા યુવક સાથે વાત કરતાં જોઈ ગયો પ્રેમી, બંનેનું ઢાળી દીધું ઢીમ

વાપીઃ ગુજરાતમાં ગુનાખોરની ગ્રાફ સતત વધી રહ્યો છે. યુપી-બિહારમાં બનતી ઘટના હવે ગુજરાતમાં પણ બનવા લાગી છે. વાપીમાં યુવાન અને યુવતી પર ચપ્પુ વડે હુમલો થયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ, આરોપી અને યુવતી વચ્ચેના પ્રેમસંબંધને લઈ લગ્ન કરવા દબાણ કરતા યુવતીએ ઈન્કાર કર્યો હતો. જોકે, આરોપીએ યુવતીના મૃતક સાથે સંબંધ હોવાની શંકા રાખીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં મામલે પોલીસે આરોપી યુવક વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: સુરતમાં 5 બાળકે રમત-રમતમાં ચપ્પુના ઘા ઝીંકી 16 વર્ષીય કિશોરની કરી નાખી હત્યા

સ્તારમાં રહેતા પરિવારની 18 વર્ષીય યુવતી આજે મંગળવારે સવારે રેલવે સ્ટેશન નજીક આવેલી ઓફિસમાં નોકરી પર જવા ઘરેથી નીકળી હતી. આ દરમિયાન એક યુવતી અને મૃતક દિલીપ ઉર્ફે કરણ છગનભાઈ નકુમ (ઉં.વ.24, રહે. માકડા, કામરેજ, સુરત) જૂના રેલવે ફાટક નજીક મહાનગરપાલિકાની સિટી બસ કન્ટ્રોલ ઓફિસ નજીક ઉભા હતા. બંને યુવક-યુવતી વાતચીત કરતા હતા. તેવામાં ટાંકી ફળિયામાં રહેતો ચંદન લાલબાબુ ગુપ્તા નામનો વ્યક્તિ ધસી આવ્યો હતો. દિલીપને જોઈ ચંદન ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પુ વડે શરીર પર ઉપરાછાપરી ઘા ઝિંક્યાં હતા. તેમજ યુવતી પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

ઘટનાને પગલે આસપાસના લોકો અને આરપીએફના જવાનો દોડી આવ્યા હતા અને આરોપી ચંદનને પકડી પાડ્યો હતો. જોકે, દિલીપ નકુમને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે દિલીપની લાશનો કબજો લઈ હોસ્પિટલ મોકલી દીધી હતી. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને બેભાન અવસ્થામાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button