લેતીદેતીનો વિવાદ લોહીયાળ બન્યો: પૈસા માટે ભાણેજે મામાની હત્યા કરી, લાશના 5-6 ટુકડા કર્યા | મુંબઈ સમાચાર
સુરત

લેતીદેતીનો વિવાદ લોહીયાળ બન્યો: પૈસા માટે ભાણેજે મામાની હત્યા કરી, લાશના 5-6 ટુકડા કર્યા

સુરત: આજકાલ માનવીય સંબંધોની સરખામણીએ પૈસા વધારે મહત્વના બની રહ્યા હોય તેવા અનેક ગુનાહિત કૃત્યો પ્રકાશમાં આવતા રહે છે. તાજેતરમાં જ સુરતમાંથી એક બનાવ સામે આવ્યો છે, જેણે સામાજિક સબંધોને લજવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં ધંધાકીય લેવડ દેવડના વિવાદમાં મામાએ પોતાના જ ભાણેજના હાથેથી જીવન ગુમાવવાનો વારો આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, મૂળ બિહારના રહેવાસી અને હાલ સુરતમાં સાથે ભાડાના રૂમમાં રહેતા મૃતક મોહમ્મદ આમીર આલમ અને આરોપી ભાણેજ મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી એક જ ધંધા સાથે સંકળાયેલા હતા. ભાગીદારીના ધંધાને બદલે ભાણેજ પોતાનું અલગ કારનાખું બનાવવા માંગતો હતો અને આથી તેના મામા પાસે તે ધંધામાં રોકેલા પોતાના પૈસાની માંગણી કરતો હતો. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, પરંતુ મામા મોહમ્મદ આમીર આલમ પૈસા આપવા માટે તૈયાર થયા નહોતા. આથી અંતે ભાણેજે મામાને જ પતાવી દઈને મામાના પૈસા પર કબજો લેવાની દાનત બનાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે જ્યારે મૃતક ઊંઘમાં હોય ત્યારે મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલીએ પોતાના મામા મોહમ્મદ આમીર આલમ હથોડી વડે માથામાં ઘા મારીને કર્યો જીવલેણ હુમલો કરીને નિર્મમ હત્યા કરી નાખી હતી. જો કે હત્યા બાદ આરોપીએ પુરાવા નાશ કરવા લાશના 5 થી 6 ટુકડા કરી નાખ્યા હતા. અને ટુકડાઓને બોરીમાં ભરી રિક્ષા મારફતે લઈ જઈને ખાડીમાં ફેંકી દીધા હતા. જો કે પોલીસને શંકા ન જાય તે માટે ભાણેજે ગુનાને છુપાવવા માટે ગુરુવારે લાપતાની ખોટી ફરિયાદ નોંધાવી હતી.

જો કે પોલીસે તપાસ દરમિયાન ભાણેજના વર્તનથી પોલીસને શંકા ઊપજી હતી અને ગુનાની વધુ તપાસ માટે જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી ત્યારે મામા-ભાણેજને સ્કૂટી પર સાથે જતા જોયા હતા, આથી પોલીસે ભાણાની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન આરોપી ઇફ્તિકાર તૂટ્યો અને ગુનાની કબૂલાત કરતાં કહ્યું હતું કે લેવડ-દેવડના વિવાદમાં મામાની હત્યા કરી લાશના ટુકડા ખાડીના ફેંકી દીધા હય. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને આરોપીની અટકાયત કરી હતી. હત્યા માટે વપરાયેલ હથોડી અને ચાકુ પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા હતા, તેમજ ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડા શોધવા ફાયર વિભાગની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button