સુરત

અષાઢી મેઘ મહેરથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક, જળસપાટી 318 ફૂટે પહોંચી!

વ્યારા: સમગ્ર રાજ્યમાં હાલ અષાઢી મેઘમહેર થઈ રહી છે, ત્યારે તેના કારણે રાજ્યના અનેક જળાશયોમાં પણ નવા પાણીની આવકમાં મહત્તમ વધારો થયો છે. ઉપરાંત, રાજ્યના પડોશી રાજ્ય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદની અસર પણ ગુજરાતના જળાશયો પર થઈ રહી છે. તાપી નદી પરના ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં 22479 ક્યુસેક નવા નીરની આવક થતા ઉકાઈ ડેમની જળ સપાટી બે ફૂટ વધી છે.

ઉકાઈ ડેમમાં 22479 ક્યુસેક નવા નીરની આવક

ઉલ્લેખનીય છે કે ડેમની સંપૂર્ણ ભરાવ ક્ષમતા ૩૪૫ ફૂટ જેટલી છે, જ્યારે તેની વર્તમાન સ્થિતિએ તેની સંપૂર્ણ ક્ષમતાની સરખામણીએ લગભગ 28 ફૂટ નીચા સ્તરે છે. વળી આ વર્ષે ચોમાસાના પ્રારંભે જ સારો વરસાદ પડવાથી હજુ આગામી દિવસોમાં પણ જળાશયની જળસપાટીમાં વધારો થાય તેવી પ્રબળ શક્યતા છે. ઉકાઈ ડેમમાં 22479 ક્યુસેક નવા નીરની આવક થતા ઉકાઈ ડેમની જળ સપાટી બે ફૂટ વધી છે. હાલ ડેમની સપાટી 318.48 ફૂટે પહોંચી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘ મહેર, સિઝનની શરૂઆતમાં સરદાર સરોવરની સપાટી 120 મીટરે પહોંચી

સરદાર સરોવર ડેમ હાલ 48.91 ટકા ભરાયો

હાલ રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક મોટા જળાશયોમાં જળસ્તર વધી રહ્યું છે. ગુજરાતમાં સરદાર સરોવર ડેમ હાલ 48.91 ટકા ભરાયેલો છે. રાજ્યાના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 47.76 ટકા ભરાયેલા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘ મહેર: ૨ કલાકમાં 72 તાલુકામાં વરસાદ, બોટાદમાં ઇકો કાર તણાતા 6 લાપતા…

13 ડેમ 100 ટકાથી વધુ ભરાયેલા

રાજ્યના 13 ડેમ 100 ટકા ભરાયેલા છે. 33 ડેમ 70થી 100 ટકા વચ્ચે 36 ડેમ પચાસથી 70 ટકા વચ્ચે, 58 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 66 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 19 ડેમ હાઈ એલર્ટ પર , 13 ડેમ એલર્ટ પર અને 14 ડેમ વોર્નિંગ પર છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button