સુરતમાં ઉતરાયણ પૂર્વે બે યુવાનના ગળા કપાયા: એકની હાલત ગંભીર

અમદાવાદઃ સુરતમાં ઉતરાયણ પર્વને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ, ઉત્તરાયણ પહેલા જ ઘણા લોકોના ગળા દોરીથી કપાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતના ઉધના દરવાજાથી પાંડેસરા જઈ રહેલા બાઈકચાલક યુવકને ગળામાં પતંગની દોરી ફસાતા ગળું કપાયું હતું. યુવક પોતાની માતાને બાઈક ઉપર બેસાડીને જઈ રહ્યો હતો. આ દરમિયાન પતંગની કાતિલ દોરીથી ગળું કપાયું હતુ. દીકરાને ગળાના ભાગે તો માતાને આંખના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.
Also read: ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વપરાશ અંગે ગુજરાત હાઈ કોર્ટનો લેટેસ્ટ આદેશ જાણો?
સિક્યોરિટી ગાર્ડનું ગળું કપાયું અન્ય એક બનાવમાં સિક્યોરિટી ગાર્ડ બાઈક લઈને જતા હતા, તે સમયે દોરીથી ગળું કપાઈ ગયું હતું. દોરીથી ગળાની એક નસ પણ કપાઈ જતાં તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટના અંગે મળતી વિગત મુજબ. સુરતના ડિંડોલી વિસ્તારમાં જીતેન્દ્ર ગીરી નામના 35 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે દોરીથી તેમનું ગળું કપાઈ ગયું હતું. જેથી, લોહીલુહાણ હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની આઈસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે.