સુરત
સુરતના ઓલપાડમાં લિફ્ટ તૂટી પડતા બે શ્રમિકના મોત

સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણમાં એક ઔદ્યોગિક એકમની લિફ્ટ તૂટી પડતા બે શ્રમિકના મોત નિપજ્યા હતા. અહીંના આદર્શ નગર-2 વિભાગના ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી.
ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર શ્રમિકો લિફ્ટમાં સામાનની હેરાફેરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા બે યુવાન શ્રમિક રિકી મહંતો અને કિશન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
ઘટનાની જાણ થતાં ઓલપાડ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી. બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટ્મ માટે ખસેડવામાં આવ્યા હતા. બન્ને પરપ્રાંતિય શ્રમિક લૂમ્સના કારખાનામાં કામ કરતા હતા. પોતાના યુવા સંતાનોના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
આપણ વાંચો: ‘દાદા’નો ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય: સોમવારથી આ પાકની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ!



