સુરત

જાણી લેજોઃ સુરત સ્ટેશન પર બ્લોકને લીધે આ ટ્રેનો પર થશે અસર…

અમદાવાદઃ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના સુરત યાર્ડ ખાતે પોઇન્ટ નંબર 172નું બ્લોક શિફ્ટિંગ મંગળવાર અને ગુરુવાર, 31 ડિસેમ્બર, 2024 અને 02 જાન્યુઆરી, 2025 ના રોજ હાથ ધરવામાં આવશે, તેવી માહિતી રેલવેએ આપી છે. આ કામને લીધે અપ અને ડાઉન મેઈન લાઈનો પર બ્લોક લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોમાં મુંબઈ અને અન્ય રાજ્યો અને ગુજરાત વચ્ચે ચાલતી ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનો વડોદરા ડિવિઝનમાં નિયમન કરવામાં આવશે, તેમ પણ રેલવેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત માટે 2024 નું વર્ષ કેવું રહ્યું? જાણો વર્ષ ભરની મુખ્ય ઘટના એક ક્લિકમાં…

31 ડિસેમ્બર, 2024 ના રોજ થનારી ટ્રેનો:-

  1. ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  2. ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  3. ટ્રેન નંબર 22497 શ્રી ગંગાનગર-તિરુચિરાપલ્લી હમસફર એક્સપ્રેસ 02 કલાક 10 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  4. ટ્રેન નંબર 22664 જોધપુર-તંબરમ સુપરફાસ્ટ એક્સપ્રેસ 02 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  5. ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ 01 કલાક 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  6. ટ્રેન નંબર 22195 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 કલાક 20 મિનિટ માટે રગ્યુલેટ કરવામાં આવશે.
  7. ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  8. ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

    જાન્યુઆરી, 2025 ના રોજ રેગ્યુલેટ થનારી ટ્રેનો:-
  9. ટ્રેન નંબર 22475 હિસાર-કોઈમ્બતુર એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  10. ટ્રેન નંબર 09002 ભિવાની-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  11. ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  12. ટ્રેન નંબર 12912 હરિદ્વાર-વલસાડ એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  13. ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  14. ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. મુસાફરો કૃપા કરીને નોંધ લો કે…
  15. 31 ડિસેમ્બર, 2024 ના રોજ, ટ્રેન નંબર 19255 સુરત-મહુવા એક્સપ્રેસ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી ઉપડશે.
  16. 31 ડિસેમ્બર, 2024 અને 01 જાન્યુઆરી, 2025ના રોજ, ટ્રેન નંબર 09079 સુરત-વડોદરા મેમુ સ્પેશિયલ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી ઉપડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button