સુરત

સુરતમાં પાટીદારોની વધુ વસતી ધરાવતી વિધાનસભામાંથી કેટલા મતદારોના નામ રદ કરાયા?

સુરતઃ મતદારયાદી ખાસ સઘન સુધારણા અભિયાનમાં સુરત શહેર અને જિલ્લાની કુલ 16 વિધાનસભામાં બેઠકમાં અગાઉનાં કુલ 48.73 લાખ મતદારો પૈકી એન્યુમેરેશન ફોર્મ જમા નહીં કરાવનાર અને મેપિંગની પ્રક્રિયા દરમિયાન પુરાવા રજુ નહીં કરી શક્યા હોય તેવા કુલ 13.19 લાખ મતદારોનાં નામ અંતે રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પાટીદારોની વસતી ધરાવતી વિધાનસભામાંથી અનેક મતદારોના નામ રદ કરાયા છે. તમામ પુરાવાઓ રજૂ કરી મતદાર તરીકેનો હક પ્રસ્થાપિત કરી ચુકેલા 35.53 લાખ મતદારોની યાદી જાહેર કરવામાં આવશે. ત્રાહિત વ્યકિતઓ દ્વારા ફોર્મ નંબર-7 ભરીને ઉભા કરાયેલા ખોટા વાંધાને પણ ફગાવી દેવામાં આવ્યા છે.

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા ગત 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલા મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં તંત્રએ એક મહિના પહેલા ડ્રાફટ મતદારયાદ જાહેર કરી હતી, જેમાં અગાઉ ન નોંધાયેલા કુલ 48,73,512 મતદારો-બીએલઓ તરફથી એન્યુમેરેશન ફોર્મ પૈકી 25,05,311 મતદારોનું મેપીંગ થઈ ગયું હોવાથી તેઓને ફાઇનલ મતદાર બનાવવામાં આવ્યા હતા. બાકી રહેલા 11,17,882 મતદારોનું મેપીંગ પેન્ડીંગ હોવાથી તમામને નોટીસ ફટકાર પુરાવા જમા કરાવવાની તાકીદ કરવામાં આવી હતી, જે પૈકી માત્ર 69 હજાર 257 મતદારો પુરાવાઓ જમા કરાવી નહીં શકતા તેમનું મેપીંગ થયું નથી.

જે મતદારોએ એન્યુમેરેશન ફોર્મ જમા કરાવ્યા ન હતા અને જે મતદારોએ મેપિંગ દરમિયાન પુરાવા જમા કરાવ્યા નથી તેવા મળી કુલ 13,19,580 જેટલા મતદારોની બાદબાકી થશે. બાકી રહેલા 35,53,580 જેટલા મતદારો પોતાનો હક પ્રસ્થાપિત કરી ચુક્યા હોવાથી મતદારયાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી તંત્ર તરફથી બહુ ગાજેલા ફોર્મ-7 થકી જે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, તે પણ ફગાવી દેવામાં આવ્યા છે. અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા ચૂંટણી તંત્રને સુરતમાં જે 1 લાખ કરતા વધારે વાંધા મળ્યા હતા તેમાં પણ મતદારોએ પુરાવાઓ જમા કરાવ્યા હોવાથી તેમના નામ મતદારયાદીમાં યથાવત રહ્યા છે. હવે ચૂંટણી તંત્ર તરફથી આગામી 17 ફેબ્રુઆરીનાં રોજ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, ત્યારબાદ સ્પષ્ટચિત્ર સામે આવશે.

સુરતમાં કઈ વિધાનસભામાં કેટલા મતદારો ઘટ્યા
કતારગામઃ 3,27,475
વરાછાઃ 72,692
ઓલપાડ: 1,19,992
માંગરોળ: 2,33,198
માંડવી: 21,827
સુરત પૂર્વઃ 48,223
સુરત ઉત્તરઃ 41,887
કરંજઃ 62,779
લિંબાયતઃ 1,06,104
ઉધનાઃ 1,07,104
મજુરાઃ 92,054
સુરત પશ્ચિમઃ 2,05,250
ચોર્યાસીઃ 2,00,185
બારડોલીઃ 78,551
મહુવાઃ 24,537
કુલઃ 13,19,580

આપણ વાંચો:  સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button