સુરતમાં વિદ્યાર્થીને ભગાડીને લઈ ગયેલી શિક્ષિકાએ શારીરિક શોષણ કર્યુઃ પોક્સોની કલમ ઉમેરવામાં આવી

સુરતઃ ડાયમંડનગરી સુરતમાંથી 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને થોડા દિવસ પહેલા ભગાડીને લઈ ગઈ હતી. બુધવારે તેમને પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પોલીસે ચાલુ બસમાંથી જ ઝડપી લીધા હતા. બંને સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી, વૃંદાવન ફર્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને તેની સામે પોક્સોની કલમ ઉમેરી હતી.
પોલીસના કહેવા મુજબ, શિક્ષિકાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. શિક્ષિકાના આ નિવેદન આધારે વિદ્યાર્થી અને તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શિક્ષિકા અને વિદ્યાર્થી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઓળખતા હતા. વિદ્યાર્થી શિક્ષિકા પાસે ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. શિક્ષિકા ઘણા સમયતી ટ્યૂશન કરાવતી હોવાથી શિક્ષિકા અને બાળક વચ્ચે નજીકના સબંધ કેળવાયા હતા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાંથી 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા ઝડપાઈ…
પોલીસના જણાવ્યા અનુસાર શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયા બાદ તેણે પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. પરંતુ આ દરમિયાન જાણવા મળ્યું હતું કે શિક્ષિકા પાસે અન્ય એક નંબર છે, જે ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. પહેલા સુરતથી અમદાવાદમાં ખાનગી બસમાં પહોંચ્યા હતા ત્યાંથી દિલ્હી ગયા, અને બાદમાં જયપુર ગયા હતા, ત્યાં રોકાવાની ખાસ વ્યવસ્થા ન થતા તેઓ ગુજરાત પરત ફર્યા હતા અને રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢથી પકડાઈ ગયા હતા.
શું છે મામલો
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ 11 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 11 વર્ષીય વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાઈની શોધખોળ કરવામાં આવી હતી. 4 દિવસ બાદ બંને ઝડપાયા હતા.