સુરત શહેરમાં વધુ એક શિક્ષિકાએ કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો

સુરતઃ શહેરમાં વધુ એક શિક્ષિકાએ આત્મહત્યા કરી હતી. સાસરિયાના ત્રાસથી કંટાળી તેણીએ આ પગલું ભર્યું હતું. અમરોલી વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
33 વર્ષીય શિક્ષિકાએ પતિ અને સાસરિયાંના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનો આરોપ સાથે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આપણ વાંચો: પ્રેમિકાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ: પ્રેમીનો નિર્દોષ છુટકારો…
પાંચ વર્ષ પહેલા થયા હતા લગ્ન
મળતી વિગત અનુસાર શિક્ષિકાના લગ્ન પાંચ વર્ષ પહેલાં નિલેશ નારોલા સાથે થયા હતા. નિલેશ નારોલા સરથાણા વિસ્તારમાં ફિઝિયોથેરાપી ક્લિનિક ચલાવે છે. લગ્ન બાદથી જ મૃતક અને નિલેશ વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડા થતા હતા. આ ઉપરાંત તેની સાસુ, સસરા અને નણંદ પણ તેને ત્રાસ આપતા હતા.
આ ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારના સભ્યોએ અમરોલી પોલીસ સ્ટેશનમાં સાસરિયાં વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: હૈદરાબાદમાં સાયકોલોજીસ્ટની આત્મહત્યા? માનસિક રોગના દરદીની સારવાર કરવા ગઈ અને…
ગત મહિને પણ શહેરમાં શિક્ષિકાએ આપઘાત કર્યો હતો
ગત મહિને પણ સુરતમાં એક શિક્ષિકાએ આપઘાત કર્યો હતો. નેનું વાવડિયા નામની પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતી એક ટ્યૂશન સેન્ટરમાં સહાયક શિક્ષિકા તરીકે કામ કરતી હતી. યુવતીએ નાની વેડ વિસ્તારમાં પોતાના ઘરે આત્મહત્યા કરી તે સમયે તેનો પરિવાર ઘરની બહાર હતો.
જે બાદ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લા પાંચ મહિનાથી નીલ નામનો 20 વર્ષીય યુવક પીડિતાનો પીછો કરતો હતો અને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો, જેથી તેને અંતિમ પગલું ભર્યું હતું.