
સુરતઃ શહેરમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈ ઘરેથી ભાગી જનારી શિક્ષિકાનો મુદ્દો માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. શિક્ષિકા ઝડપાયા બાદ આ કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. શિક્ષિકાએ પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યા બાદ બાળક વિદ્યાર્થીનું જ હોવાનું રટણ કરી રહી છ. જેથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે.
શિક્ષિકાએ છેલ્લા એક વર્ષમાં વિદ્યાર્થી સાથે તેના ઘરે અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ સમાજ નહીં સ્વીકારે તેમ માનીને બંને ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. વિદ્યાર્થી અને શિક્ષિકા ઘરેથી ભાગ્યા પછી ચાર દિવસ બાદ ઝડપાયા હતા. બુધવારે તેમને પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પોલીસે ચાલુ બસમાંથી જ ઝડપી લીધા હતા. બંને સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી, વૃંદાવન ફર્યા હતા. આ દરમિયાન પણ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. વિદ્યાર્થી શિક્ષિકા પાસે ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. શિક્ષિકા ઘણા સમયતી ટ્યૂશન કરાવતી હોવાથી શિક્ષિકા અને બાળક વચ્ચે નજીકના સબંધ કેળવાયા હતા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
આપણ વાંચો: ગુજરાત બોર્ડનું ગમે ત્યારે જાહેર થશે પરિણામ, જાણો કેવી રીતે કરશો ચેક
શું છે મામલો?
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાઈની શોધખોળ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સમાજનું ઘડતર અને વ્યક્તિત્વનું ઘડતર કરવામાં શિક્ષણ અને શિક્ષકોની અનન્ય ભૂમિકા છે, પરંતુ છાશવારે જોઈએ છીએ કે શિક્ષકો જ વિદ્યાર્થીઓનું શોષણ કરતા ઝડપાય છે. સુરતમાં બનેલો કિસ્સો ખરેખર આંખો ખોલનારો છે. 13 વર્ષના સગીર વિદ્યાર્થીને લઈને ભાગી જનારી શિક્ષિકાએ હવે જે ખુલાસા કર્યા છે તે ચોંકાવનારા તો છે જ, પણ ચિંતા કરાવનારા પણ છે. વિદ્યાર્થીને જીવનની સાચી દિશા બતાવનારા જો આવા દિશાવિહિન હોય તો સમાજ કઈ રીતે સાચી દિશામાં આગળ વધશે તે સવાલનો જવાબ શોધવા જેવો છે.