સુરતના તાપી બ્રિજનું પણ તાત્કાલિક થશે મરમ્મત કામ, વાહનવ્યવહાર માટે કરાયો બંધ

સુરતઃ વડોદરાના પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર સફાળુ જાગ્યું હતું અને વિવિધ શહેરોમાં બ્રિજની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. સુરતના જિલ્લા અધિકારી સૌરભ પારગીએ આજે તાપી નદી પર બનેલા બ્રિજ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ બ્રિજની મરમ્મતના આદેશ આપ્યા હતા અને 25 દિવસમાં સમારકામ પૂરું કરવામાં આવશે.
આ બ્રિજ પરથી પસાર થતાં વાહનોને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. સુરતના ડીએમ સૌરભ પારગીએ કહ્યું, આ બ્રિજ ટેકનિકલી મજબૂત છે. લોખંડની પ્લેટ પરથી વાહનોને પસાર થવામાં કોઈ તકલીફ નથી. પરંતુ લોકોની માંગને ધ્યાનમાં રાખી મરમ્મત કરવામાં આવશે.
આપણ વાંચો: વડોદરાની SSG હોસ્પિટલમાં રિપેરિંગ રૂટિન હતું, મંત્રીની મુલાકાત માટે નહીં
સુરતના કામરેજ પાસે નેશનલ હાઈવે-48 પરનો ખોલવડ બ્રિજ છેવટે રીપેરીંગ માટે એક મહિનો બંધ કરવાનું જાહેરનામું કલેક્ટરે બહાર પાડ્યું હતું. જેને પગલે કીમથી પલસાણાના એના ગામ વચ્ચેનો 46 કિ.મીનો એક્સપ્રેસ-વે ખૂલ્લો મુકવાનો નિર્ણય લેવાયો હતો.
હવે ભરૂચથી નેશનલ હાઈવેના રસ્તાથી મુંબઈ તરફ જનારાઓએ કીમથી એના સુધી એક્સપ્રેસ વેના રસ્તે જવું પડશે. જ્યારે સુરત શહેર માટે કીમ અને એના ગામ એમ બે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ રહેશે.