સુરતની હીરા કંપનીએ 50 કરોડની છેતરપિંડી કરી, પિતા-પુત્ર ગાયબ!

સુરતઃ શહેરમાં એક હીરા કંપનીના માલિકો રૂ. 50 કરોડની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. આરોપી પિતા-પુત્રએ પ્રથમ નવરાત્રીએ જ્વેલર્સ શોપનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ ઉઠામણામાં ભાઈ અને પિતા સામે પણ CID ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા પોતાના નાણાંની માંગણી કરી આવતાં આરોપીઓ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી હોવાથી આ અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
વરાછાના હીરા વેપારી સાથે અન્ય હીરા વેપારી પિતા અને તેના બે પુત્રોએ મળીને રફ હીરાના ઉત્પાદનમાં મશીનમાં સીસ્ટમ ફીટ કરીને સારું ઉત્પાદન કરી આપવાની વાતો કરી ટકડે ટકડે હીરા અને રોકડ મળીને 49.95 કરોડની ઠગાઈની ફરિયાદ સુરત સી.આઈ.ડી. નોંધાઈ હતી. વરાછા મણીનગરમાં રહેતા અંકુશ મધુ નાકરાણીએ સી.આઈ.ડી.ક્રાઈમમાં મહેશ ભગવાન સોનાણી તેના પુત્ર અગત્સ્ય મહેશ સોનાણી અને જય મહેશ સોનાણી સામે ફરિયાદમાં જણાવ્યું કે અંકુશ પોતે જનરલ ટ્રેડીંગના નામથી હીરાનો વેપાર કરે છે. અને મહેશ અને તેના બે પુત્રો ડાયમટેકના નામથી હીરાનો વેપાર કરે છે. તેને આધારે એક બીજા સાથે પરિચયમાં હતા.
એક વર્ષ અગાઉ જયમએ અંકુશને એવી વાત કરી હતી કે મારા પિતાજી મહેશ સોનાણી પાસે ઘણા વર્ષોનો અનુભવ છે. એક મોટી સીસ્ટમની ટેકનોલોજી આખા ભારતમાં અમારા પરિવાર પાસે જ છે.જેમાં 1500 કેરેટ પ્રતિ મહિનાની સીસ્ટમ મુજબ પ્રતિ મહિના પ્રતિ સીસ્ટમ રફ હીરાનું ઉત્પાદન થઈ શકે છે.જેમાં સારો નફો થશે. તેવી વાત કરી હતી.તે પછી અંકુશ નાકરાણી અને જયમશ સોનાણી, અગત્સ્ય તેમજ પિતા મહેશ સાથે 16 સિસ્ટમના એમઓયુ કર્યા હતા. અંકુશે રફ હીરા તૈયાર કરવા પરત આપેલા 50 કરોડ પરત નહીં મળે, જે થાય તે કરી લેજે તેવી ધમકી પણ આપી હતી.
હાલ આર્થિક મંદીના માહોલ વચ્ચે આ પ્રકારના મોટા ઉઠમણાએ હીરા ઉદ્યોગમાં વધુ અસ્થિરતા ઊભી કરી છે. વેપારીઓ અને ઉદ્યોગકારોમાં હવે આ પ્રકારના કૌભાંડોને કારણે આર્થિક નુકસાનની સાથે વિશ્વાસની કટોકટી પણ ઊભી થઈ છે.
આપણ વાંચો: જામનગરની આ અનોખી ગરબી જોઈને થઈ જશો મંત્રમુગ્ધ! ધગધગતા અંગારા પર રાસ! જુઓ VIDEO