WATCH: Surat માં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, પોલીસ એક્શન મોડમાં

અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણને ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે લોકો પતંગ દોરીની ખરીદી માટે તૈયારીઓ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો અત્યારથી જ પતંગ ચગાવવા માટે મશગુલ છે.જોકે, હાલમાં પતંગ ચગાવવામાં માટે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. જેના પગલે સુરતમાં(Surat)ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે. જેમાં બાઈક પર જતા યુવકને ગળામાં દોરી વાગતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ યુવકને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવા આવ્યો છે. જેમાં યુવકને ગળાના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા છે. તેમજ તેનો જીવ બચ્યો છે.
ખાનગીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કતારગામનો યુવક દુકાન બંધ કરી ઘરે જતો હતો. આ દરમિયાન આ બનાવ બન્યો હતો.રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ નફો કમાવવા ખાનગીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે.
Also read:સુરતમાં બીઆરટીએસ બસમાં ચડતા મુસાફરનો પગ દરવાજામાં ફસાયો પછી થયું આવું
પોલીસે હાથધર્યુ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ચેકિંગ ઉતરાયણ પર્વને પગલે સુરત શહેરમાં દોરી અને પતંગનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પતંગ દોરા માટે સૌથી જાણીતા માર્કેટ એવા વિસ્તારમાં ભાગળ ડબગરવાડમાં લાલગેટ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.પોલીસની ટીમો દ્વારા દુકાનોમાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને પોલીસ દ્વારા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.