સુરતમાં ફરી યુવકે યુવતીને આ રીતે મોતને ઘાટ ઉતારી

માંગરોળઃ સુરતમાં પોતાના જ ઘર પરિવારના લોકો સામે ગ્રિષ્મા નામની એક યુવતીને એક તરફી પ્રેમ કરતા ફેનિલ નામના યુવકે ચિરી નાખી હતી. ચાકુના ઘા કરી તેને મારી નાખી હતી. આ ઘટના બાદ ભારે ઉહાપોહ થયો હતો, પરંતુ કાયદો અને વ્યવસ્થાનો ડર અમુક લોકોમાં બેસતો જ નથી અને આવી ઘટનાઓ થતી રહી છે. ફરી સુરતના માંગરોળમાં આવી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. અહીં યુવકે યુવતીનું ગળું ચિરી તેને મોતને ઘાટ ઉતારી છે અને સાથે પોતાના ગળા પર પણ કાપો મૂકી દીધો હોવાથી હાલમાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતા યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ ગળું કાપી નાખ્યું હતું. યુવતીને પોસ્ટમોર્ટમ માટે માંગરોળ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ છે. જ્યારે યુવકને વધુ સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો છે.
Also read: સુરતમાં લૂંટ વિથ ગેંગરેપ કેસમાં પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો વિગત…
સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ હુમલાખોર યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો વતની છે. હાલ તે પોતે ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પીડિત યુવતીનુ ઘટના સ્થળે મોત થયુ છે. હુમલાખોર યુવકની ઓળખ સુરેશ જોગી તરીકે થઈ છે જેના ગળામાં ત્રણ ઇંચ જેટલો ઘા વાગતાં સ્વરપેટી કપાઈ ગઈ છે અને હાલ તેની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
સુરેશ બોલી શકતો ન હોવાથી મોબાઇલમાં ટાઇપ કરીને પરિવારના નંબર આપ્યા હતા, પોલીસે પૂછતાં ઈશારામાં જણાવ્યું કે પહેલા યુવતીએ પોતાનું ગળું કાપ્યું છે, પછી પોતે પોતાનું ગળું કાપ્યું હતું. જોકે તેનો દાવો કેટલો સાચો છે તે પોલીસ તપાસમાં જ જાણવા મળશે. પ્રાથમિક માહિતી અનુસાર યુવકે જ કોઈ કારણોસર યુવતીને મોતને ઘાટ ઉતારી છે. પોલીસે
પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવ્યો છે