સુરત
Surat મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટમાં લખી આ વાત

Surat Crime News: સુરત એરપોર્ટ પર ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ હતી. અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા બસેરા હાઉસમાં રહેતા મહિલા પોલીસકર્મીએ કોઈ કારણોસર પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક શેતલ ચૌધરીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહિલા પોલીસકર્મીના આવા પગલાથી તેમના સાથીઓ શોકમગ્ન થઈ ગયા હતા. સુરત પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ કબ્જે કરી છે. જેમાં લખ્યું છે કે, જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હવે જીવન જીવવું ગમતું નથી, મારા મોત માટે કોઈ જવાબદાર નથી.
આ પણ વાંચો : ભાવનગરથી સુરત રો રો ફેરીમાં મોકલવામાં આવ્યું 30,000 લિટર દૂધ, વર્ષે થશે આટલી બચત