આ નરાધમને કઈ સજા આપવી જોઈએ? જેલમાંથી છૂટ્યો અને મિત્રો સાથે મળી પત્ની પર જ કર્યો ગેંગ રેપ | મુંબઈ સમાચાર

આ નરાધમને કઈ સજા આપવી જોઈએ? જેલમાંથી છૂટ્યો અને મિત્રો સાથે મળી પત્ની પર જ કર્યો ગેંગ રેપ

સુરત : ગુજરાતના સુરતમાં પતિ દ્વારા જ ચારિત્ર્ય અંગે શંકા રાખી પત્ની સાથે ગેંગરેપ કરી હત્યા કરવાના પ્રયાસની વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પોલીસે પત્નીની ફરિયાદ બાદ સમગ્ર ઘટનાની તપાસ શરુ કરી અને પતિ અને તેના ત્રણ મિત્રની ગણતરીના કલાકમાં ધરપકડ કરી છે. ત્યારે એ સવાલ ચોક્કસ થાય કે આ નરાધમ પતિને કઈ સજા આપવી જોઈએ.

તાપી નદીમાં ફેંકવાનો પ્રયાસ કર્યો

આ સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ, સુરતના કાપ્રોદ્રા વિસ્તારમાં જેલમાં સજા કાપીને પરત આવેલા પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને મિત્રો સાથે મળીને ગેંગરેપ કર્યો હતો.તેમજ તેની બાદ પત્ની સાથે મારપીટ કરી હતી અને જાન મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણે મિત્રો સાથે મળીને તેના હાથ પગ બાંધીને તાપી નદીમાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

પતિ અને તેના ત્રણ મિત્રોની ધરપકડ કરી

જોકે, પત્ની જેમ તેમ જીવ બચાવીને કાપ્રોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પતિ અને તેના મિત્રોની હરકત અંગે પોલીસને ફરિયાદ કરી હતી. આ કેસની ગંભીરતાને લઈને પોલીસ એકશનમાં આવી હતી. પોલીસે ગેંગરેપ અને હત્યાના પ્રયાસનો કેસ નોંધીને મુખ્ય આરોપી પતિ અને તેના ત્રણ મિત્રોની ધરપકડ કરી હતી.

પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ ગણેશ રાજપૂત

આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ ગણેશ રાજપૂત છે. ગણેશ રાજપૂત આ પૂર્વે 26 ગુનાઓમાં સામેલ છે. ગણેશને શંકા હતી કે તે જયારે જેલમાં હતો ત્યારે તેના પત્નીને બીજા પુરુષ સાથે સબંધ હતા. જેના પગલે તેણે તેની પત્ની સાથે આ અમાનવીય કૃત્ય કર્યું હતું. આ ઘટના 24 અને 25 જુલાઈ 2025ના રોજની છે. જેમાં ગણેશ રાજપૂતે જેલમાં છુટ્યા બાદ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ગણેશ રાજપૂત સાથે તેના મિત્રો વિજય ઈશ્વર રાઠોડ, અપ્પા જગન્નાથ વાઘમારે અને અન્ય મિત્ર પણ ગુનાહિત ષડયંત્રમાં સામેલ હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button