સુરતમાંથી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી અને પરપ્રાંતીયો વતન જતાં પાણીના વપરાશમાં થયો તોતિંગ ઘટાડો | મુંબઈ સમાચાર
સુરત

સુરતમાંથી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી અને પરપ્રાંતીયો વતન જતાં પાણીના વપરાશમાં થયો તોતિંગ ઘટાડો

સુરતઃ દિવાળીના વેકેશનને લઈ સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો વતન જતાં પાણીનો વપરાશ પણ ઘટ્યો હતો. દિવાળી દરમિયાન સાફ-સફાઈના કારણે પાણીનો રોજિંદો વપરાશ 1631 એમ.એલ.ડી. પર પહોંચી ગયો હતો.

જોકે, હાલમાં આ વપરાશ ઘટીને 1546 એમ.એલ.ડી. પર આવી ગયો હતો. હજી પણ શહેરીજનો વેકેશન મોડમાં હોવાથી આ સપ્લાય હજી પણ ઘટાડો જોવા મળી શકે છે.

મળતી વિગત પ્રમાણે, શહેરમાં દિવાળીના તહેવાર પહેલા પાણીની ડિમાન્ડમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.એક તબક્કે સુરત મહાનગરપાલિકા દ્વારા અપાતા પાણીનો જથ્થો 1631 એમ.એલ.ડી.પર પહોંચી ગયો હતો.

આપણ વાચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: વરસાદનાં પાણીનો નિકાલ

દિવાળીના પહેલા સુરતીઓ ઘર અને ઓફિસની સાફ સફાઈ કરતા પાણીની માંગમા વધારો થયો હતો. પરંતુ દિવાળી બાદ સુરતને કર્મભૂમિ બનાવી રહેતા અન્ય રાજ્ય કે અન્ય શહેરના લોકો પોતાના વતન તરફ મોટી સંખ્યામાં પહોંચતા પાણીનો વપરાશ ઘટ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષના સામાન્ય દિવસ પહેલા પાલિકા દ્વારા 1590 એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે. દિવાળીમાં ડિમાન્ડ વધીને 1631 એમ.એલ.ડી. સુધી પહોંચી ગઈ હતી.

પરંતુ સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો બહાર જતા રહેતા પાણીની ડિમાન્ડ ઘટી 1546 એમ.એલ.ડી. સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે દિવાળીમાં પાણીનો ઉપયોગ થયો હતો જેના કરતા 85 એમ.એલ.ડી. પાણીનો જથ્થો ઓછો થયો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button