સુરત ફરી થયું શર્મસાર: વિદ્યાર્થિનીની છેડતી કરનારો નરાધમ શિક્ષક પકડાયો | મુંબઈ સમાચાર
સુરત

સુરત ફરી થયું શર્મસાર: વિદ્યાર્થિનીની છેડતી કરનારો નરાધમ શિક્ષક પકડાયો

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ગુરુ-શિષ્યના સંબંધને કલંક લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થિનીની છેડતી થઈ હતી. ઉપરાંત ઓફિસમાં શિક્ષકે અડપલાં કર્યા હતા.

મળતી વિગત પ્રમાણે, શહેરના લિંબાયત વિસ્તારમાં સંજયનગર નજીક આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીને ક્લાસ શિક્ષક દ્વારા છેડતી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થિનીએ તેની માતાને જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં સ્કૂલના રાજસ્થાન પ્રવાસ દરમિયાન શિક્ષક લલિત સોનારે બસમાં તેને અયોગ્ય વર્તન કર્યું હતું. શિક્ષકે તેને ઉંચકવાની વાત કરી હતી, જેનો વિદ્યાર્થિનીએ ઇનકાર કર્યો હતો.

વિદ્યાર્થિનીએ આર્ટસ વિષયની માહિતી મેળવવા શિક્ષકનો સંપર્ક કર્યો હતો. શિક્ષકે તેને કોચિંગ ક્લાસમાં બોલાવી હતી. વિદ્યાર્થિની જ્યારે કોચિંગ ક્લાસમાં પહોંચી, ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. લલિત સોનારે તેને ઓફિસમાં બેસાડી, તેનો હાથ પકડ્યો અને અડપલાં કર્યા હતા.

આપણ વાંચો:  સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીધામનું શરમજનક પ્રદર્શન; રાષ્ટ્રીય સ્તરે આટલામા ક્રમે

વિદ્યાર્થિનીએ વિરોધ કરતાં શિક્ષકે તેને ધમકી આપી હતી. વિદ્યાર્થિનીને ઘરે રડતી જોઈને માતા-પિતાએ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. માતાએ તાત્કાલિક લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.

સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અગાઉ એક ટ્યૂશન ટીચરે એક નરાધમના પાપે આપઘાત કરી લેવાનો પણ કિસ્સો બન્યો હતો. શિક્ષણ ક્ષેત્રે વધતા છેડતી, બળાત્કાર અને હત્યાના બનાવોને કારણે કાયદો અને વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button