સુરતમાં ડુમસના દરિયાકિનારે લક્ઝુરિયસ કાર ‘ડૂબાડી’, જુઓ વાયરલ વીડિયો

સુરતઃ વરસાદની સીઝનમાં ઘણા લોકો ડુમસના દરિયાકાંઠે ફરવા આવે છે. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. ડુમસના દરિયાકિનારે સ્ટંટ કરવાના ચક્કરમાં એક યુવકે પોતાની લક્ઝુરિયસ કાર જાણે ડૂબાડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો મુજબ, કેટલાક લોકો રવિવારની રજાનો આનંદ માણવા ડુમસના દરિયાકાંઠે આવ્યા હતા. આ દરમિયાન એક યુવક લક્ઝુરિયસ કાર લઈને આવ્યો હતો. તેણે સ્ટંટ કરવાના ઈરાદે કારને પાર્ક કરી હતી. પરંતુ થોડીવારમાં જળસ્તર વધી ગયું હતું અને કાર કાદવમાં ખૂંપી ગઈ હતી.
આપણ વાંચો: યુટ્યુબરને રેલ્વે ટ્રેક સાથે સ્ટંટ કરવો પડ્યો ભારે: રેલ્વે સુરક્ષા દળે કરી ધરપકડ
સુરક્ષાની દ્રષ્ટિએ ડુમસના દરિયાકિનારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉપરાંત કાર લઈ જવા મનાઈ ફરમાવવામાં આવી છે. તેમ છતાં લોકો પોલીસ પેટ્રોલિંગની અવગણના કરીને ગાડી સાથે પહોંચી જાય છે.
વીડિયો વાયરલ થયા પછી લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી, જેમાં અમુક લોકોએ સ્ટંટ કરનારાની પણ ઝાટકણી કાઢી હતી. અમુક લોકોએ તો ટીખળ કરતા લખ્યું હતું કે ગાડી એ તો કેલું ટઈ આગડી ભરાઈ જાહું, પણ ડ્રાઈવરને ચસકો ચઢેલ ટે હમજે ની. વીડિયો વાયરલ થયા પછી લોકોએ ડ્રાઈવરને જાણ હોવા છતાં કિનારા નજીક શા માટે લઈ ગયો કાર એના ગંભીર સવાલો પણ કર્યા હતા.