Surat ના ઉધના રેલવે સ્ટેશન પર હોળી પર્વના પગલે મુસાફરોની ભીડ , સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ

અમદાવાદઃ હોળી-ધુળેટીના પર્વ પર ગુજરાતમાંથી અનેક લોકો ટ્રેન મારફતે પોતાના વતન જતા હોય છે. સુરતના(Surat)ઉધના રેલવે સ્ટેશન ખાતે વતન તરફ પ્રયાણ કરતા મુસાફરોનો જમાવડો થવા લાગ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે. આ ટ્રેનોને ઉનાળુ વેકેશન સુધી દોડાવાશે. સુરત રેલવે સ્ટેશન પર કોનકોર્સ એરિયાના નિર્માણની કામગીરીને કારણે 200 જેટલી ટ્રેનોને ઉધના સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ થઈને વધુ 3 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: હોળી અને લોંગ વિકેન્ડ માટે હોટેલ્સ ફૂલ, આ શહેરમાં હોટેલ રેટ રૂ.45,000 ને પાર પહોંચ્યા
મુંબઈ ડિવિઝન દ્વારા 542 ટ્રિપ દોડાવવામાં આવી રહી છે
સુરતમાં હોળીના પર્વથી જ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન તરફની ટ્રેનોમાં ભીડ ઊમટી પડશે. ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે તંત્રએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. રેલવે સ્ટેશનો પર 70 જવાનોની એક ટુકડી તહેનાત કરી દેવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશને પર રેલવે પોલીસ ફોર્સના જવાનોની અલગ અલગ ટીમ અને સુરત રેલવે સ્ટેશને 86 જવાનોની અલગ અલગ જવાનોની ટીમ તહેનાત કરી દેવાઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા 50 હોલિડે સ્પેશિયલ ટ્રેનની કુલ 964 ટ્રિપ દોડાવવામાં આવી રહી છે. જેમાં મુંબઈ ડિવિઝન દ્વારા 542 ટ્રિપ દોડાવવામાં આવી રહી છે. આ 542 ટ્રિપમાં હોળીથી લઈને ઉનાળુ વેકેશન સુધી દોડનારી સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: હોળી પર બની રહ્યો છે આ ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ…
ઉધના સ્ટેશન પર 22 સીસીટીવી લગાવાયા
સુરતના ઉધનાથી 96 ટ્રિપ દોડાવાશે. આ ઉપરાંત ઉધના-જયનગર જેવી અનરિઝર્વ ટ્રેનો પણ દોડાવાશે. સુરત રેલવે સ્ટેશન પર કામગીરી ચાલી રહી હોવાથી ટ્રેનોને ઉધનાથી દોડાવાશે. હવે ઉધનામાં ભીડને કાબૂમાં રાખવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં સુરત રેલવે સ્ટેશન પર કુલ 80 સીસીટીવી છે. જ્યારે ઉધના સ્ટેશન પર 22 સીસીટીવી લગાવાયા છે.