
સુરત : સુરતમાં એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. જેમાં રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાયો હતો. જેમાં એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.તેમજ સમગ્ર ઘટના અંગે તપાસ શરુ કરી છે.
રૂમમાં જનરેટર ચાલુ હોવાથી ધુમાડો રૂમમાં ફેલાયો
આ ઘટનાની જાણ થતા પોલીસે અને આસપાસના લોકોએ ઘટના સ્થળે જઈને પહેલા જનરેટર બંધ કર્યુ હતું. જેની બાદ મૃતદેહને બહાર કાઢયા હતા. તેમજ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે. જયારે પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. આ ઘટનામાં આસપાસના સ્થાનિકો પણ મદદ માટે આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને લોકોના નિવેદન લીધા છે.