સુરતમાં ટ્રાફિક પોલીસે મનપાના જ 20 વાહનો ડિટેઈન કર્યા...

સુરતમાં ટ્રાફિક પોલીસે મનપાના જ 20 વાહનો ડિટેઈન કર્યા…

સુરત: શહેરમાં તાજેતરમાં એક ડમ્પરની ટક્કરથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હતી. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશતા મોટા વાહનો સામે કાર્યવાહી કરતા પોલીસે સુરત મહાનગરપાલિકાના જ વાહનોમાં ગેરરીતિ પકડી પાડી હતી.

પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું કે મનપા દ્વારા શહેરમાં કચરો એકઠો કરતી અને ડમ્પિંગ સાઈટ સુધી લઈ જતી કચરા ગાડીઓની નંબર પ્લેટ બરાબર નહોતી. ઘણી ગાડીઓ ખખડધજ હાલતમાં હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ વાહનોના એક પણ ડ્રાઈવર પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નહોતું.

આ ગંભીર બેદરકારી બદલ પોલીસે કચરા ગાડીઓ સહિત બે સિટી બસ મળીને કુલ 20 વાહનો જપ્ત કર્યા હતા. મનપાના જ વાહનોમાં ખામીઓ અને ડ્રાઇવરો લાઇસન્સ વિના ચલાવતા હોઈ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, જોકે મનપાના વાહનોને પ્રતિબંધિત સમયમાં પ્રવેશવાની છૂટ હોય છે, પરંતુ તેમણે નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. તેમણે વાહનોની નંબર પ્લેટ અને ફિટનેસની કાળજી લેવી જોઈએ. પરંતુ, આ વાહનચાલકો બેદરકારીપૂર્વક વાહન ચલાવતા હતા અને તેમના પાસે લાઇસન્સ પણ નહોતા. આથી, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો…ખાડાની મોકાણઃ સુરતમાં ત્રણ વર્ષમાં 18,000થી વધુ ખાડા પૂર્યાં

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button