શિક્ષિકાને ગર્ભવતી બનાવનાર 13 વર્ષીય વિદ્યાર્થીએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન…

સુરતઃ સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ હતી, તે ઘટના સુરત જ નહી પરંતુ ગુજરાત સાથે સાથે ભારતભરમાં ચર્ચાનો વિષય બની છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને ભગવાન સાથે સરખાવવામાં આવ્યો છે. પરંતુ સુરતની આ ઘટનાએ આ સંબંધ પર લાંછન લગાવ્યું હતું. ચોંકાવનારી વાત તો એ હતી કે, શિક્ષિકાએ 13 વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. અને તેના પેટમાં રહેલા બાળકનો પિતા બીજું કોઈ નહીં પરંતુ 13 વર્ષનો વિદ્યાર્થી હતો. આ ઘટનમાં પોલીસે બન્નેની ધરપકડ કરી લીધી હતી. અત્યારે 13 વર્ષના વિદ્યાર્થીનું પણ નિવેદન પ્રકાશમાં આવ્યું છે.
13 વર્ષના વિદ્યાર્થીઓ પણ આ બાબતે કબૂલાત કરી
પોલીસે જ્યારે શિક્ષિકાએ સાથે પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તે ગર્ભવતી થઈ ગઈ હતી અને તેના કારણે બંને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બન્ને લોકોને ચાર દિવસ સુધી સતત શોધખોળ કરીનેધરપકડ કરી હતી. સુરત પોલીસે વિદ્યાર્થી સાથે પણ પૂછપરછ કરી હતી. મહત્વની વાત એ છે કે, 13 વર્ષના વિદ્યાર્થીઓ પણ કબુલ કર્યું છે કે, તેણે શિક્ષિકા સાથે શારીરિક સંબંધો બાંધ્યાં હતાં. પોલીસે હવે આ મામલે POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
આ શિક્ષિકા પાંચ મહિનાનો ગર્ભ રાખશે કે પછી?
સુરતમાં બનેલી આ ઘટનાએ ગુરૂ અને શિષ્યના સંબંધને પર દાગ લગાવ્યો છે. પોલીસે આ કેસમાં વિગતે તપાસ કરી ત્યારે શિક્ષિકાએ એવું કહ્યું હતું કે, તેના ઘરવાળા તેને વારંવાર લગ્ન માટે દબાણ કરી રહ્યાં હતાં. જેના કારણે આ પગલું ભર્યું હતું. એટલું જ નહીં સામે 13 વર્ષના છોકરાએ પણ ઘરવાળા ભણવા માટે દબાણ કરતા હોવાથી શિક્ષિકા સાથે ગયો હોવાનું તેણે કહ્યું હતું. અત્યારે બન્ન લોકોએ જે નિવેદન આપ્યાં છે, જેમાં સમાનતા જોવા મળી છે. બન્નેએ કબુલાત કરી છે કે, તેઓએ શારીરિક સંબંધો બાંધ્યા છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું શિક્ષિકા આ ગર્ભ રાખશે? કારણે કે, તેનો પિતા 13 વર્ષનો છોકરો છે તો આ સંબંધ કેવી રીતે આગળ વધી શકશે? આવા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.