સુરતમાં લક્ઝરી કાર સાથે વિદ્યાર્થીઓએ કર્યા ‘સિનસપાટા’: પોલીસે શું કરી કાર્યવાહી, જાણો?

Surat News: રાજ્યમાં થોડા દિવસમાં બોર્ડની પરીક્ષાનો (gujarat board exam) પ્રારંભ થશે. આ પહેલા હાલ વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ફેરવેલ પાર્ટી આપવામાં આવી રહી છે. સુરતની એક સ્કૂલની ફેરવેલનો વીડિયો વાઇરલ (viral video) થયો છે. બીએમડબલ્યુ, ફોર્ચ્યુનર, પોર્શ, મર્સિડીઝ, લેંડ રોવર, ડિફેન્ડર જેવી લક્ઝુરિયર્સ કારના કાફલા સાથે રેલી કાઢીને ઉજવણી કરી હતી.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી રીલમાં જહાંગીરપુરાના ડી માર્ટથી છેક ઓલપાડના નરથાનની ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી કાઢેલી રેલી દરમિયાન શુટ-બુટમાં સજ્જ વિદ્યાથીઓ કારના સનરૂફમાંથી માથું બહાર કાઢીને જોરજોરથી મ્યુઝિક વગાડતા જોઈ શકાય છે. આ ઉપરાંત તેમના હાથમાં ટોયગન પણ હતી. તેમજ ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા.
સ્કૂલ સંચાલકોએ શું કહ્યું
સ્કૂલ સંચાલકોના જણાવ્યા મુજબ આ રીતે સ્ટાઈલમાં રેલી કાઢવાનું અમારું આયોજન ન હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજૂરી વગર ગાડીઓ લાવીને રેલી કાઢી છે, અમે તો બસ મોકલી હતી પરતું કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો. કારના કાફલાને કેમ્પસમાં પ્રવેશવા દીધી ન હતી.
પોલીસે શું કહ્યું
પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ દાંડી રોડ પર લગભગ 35 લક્ઝુરિયર્સ કારના કાફલામાં સ્ટંટ અને ફટાકડાં ફોડીને સ્કૂલે જતા હતા. આ ઘટના એનિમલ ફિલ્મના ગીત પર બનાવવામાં આવેલી રિલ વાઇરલ થયા બાદ સામે આવી હતી. પોલીસે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘનને લઈ વિદ્યાર્થીઓ તથા તેના માતા-પિતા સામે કાર્યવાહી શરૂ કરી હતી. 12 કાર જપ્ત કરવામાં આવી હતી.
આ પ વાંચો : સુરતમાં Hit & Run માં બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનારો આરોપી ઝડપાયો…
ડ્રોનમાં ગ્રાન્ડ એન્ટ્રીનો બનાવ્યો વીડિયો
સ્કૂલના અંતિમ દિવસને યાદગાર બનાવવા બ્લેઝર પહેરીને વિદ્યાર્થીઓ લક્ઝુરિયસ કાર લઈને નીકળ્યા હતા. ડ્રોન અને કેમેરામાં ગ્રાન્ડ એન્ટ્રીનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઘટના અંગે ડીસીપી અમિતા બનાનીએ કહ્યું, અમે ફૂટેજ જોયા છે. કાયદો તેનું કામ કરશે અને જે પણ દોષિ હશે તેમને સજા મળશે.
આ પહેલાં રવિવારે ગાંધીધામનાં શિણાય – આદિપુર રોડ પર 10 જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ માથે લીધું હતુ. જેમાં 10 થી વધારે યુવાનોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાથમાં પિસ્તોલ જેવી દેખાતી એરગન લઇ જાહેર રસ્તા પર ગાડીની બહાર લટકી અને બેફામ કાર દોડાવી પોતાનું વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જે વીડિયો પૂર્વ કચ્છ પોલીસની નજરે ચડતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં તો સુરત નજીકની ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લકઝરી કારના કાફલા સાથે સ્કૂલ સુધી રેલી કાઢીને ઉજવણી કરી હતી. જેને લઈ વિદ્યાર્થીઓ ભણવા જાય છે કે સિનસપાટા કરવા તેવી ચર્ચા શરૂ થઈ હતી.