સુરત

સુરતમાં લૂંટ વિથ ગેંગરેપ કેસમાં પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો વિગત…

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં તાજેતરમાં લૂંટ વિથ ગેંગરેપની (robary with gang rape) ઘટના બની હતી. શહેરના પુણા વિસ્તારમાં બદમાશોએ મધરાતે પોલીસની ઓળખ આપી મકાનનો દરવાજો ખોલાવ્યો હતો. જે બાદ ઘરમાં ઘૂસીને પતિને ચપ્પુની અણીએ બંધક બનાવ્યો હતો અને મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ પોલીસ એકશનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા હતા.

Also read : Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનોખો ઉત્સાહ, વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું

પોલીસે ભાવનગરથી બે આરોપી નિકુંજ ડથ્થર ઉર્ફે બુલેટ ભિંગરાળિયા અને દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવને પકડી પાડી 5500 રોકડ અને એક બ્રેસ્લેટ કબજે લીધુ હતું. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગુનામાં પોલીસે વધુ એક શકમંદની અટક કરી હતી.

આરોપી મહિલાની બાજુની રૂમમાં રહેતો હતો ત્યારથી દાનત બગાડી હતી

દિનેશ અગાઉ મહિલાની બાજુના રૂમમાં રહેતો હતો, ત્યારથી જ તેણે મહિલા પર દાનત બગાડી હતી. બનાવની રાત્રે આરોપીઓએ એક મકાન પર દારૂ પીધો હતો. જે બાદ નિકુંજ, દિનેશ અને અમિત ઉર્ફે રઘુ રોકડા પૈસાની જરૂરિયાત હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ તે લૂંટના ઇરાદે નીચે ઊતર્યા ત્યારે દિનેશે ‘યે મકાનમેં પતિ-પત્ની એકલે રહેતે હૈ’ કહેતા નિકુંજ અને દિનેશ મકાનમાં ઘૂસી ગયા હતા.

દિનેશ ઘરમાં ઘૂસતા જ મહિલાને જોઈને આકર્ષાયો હતો, જેથી તે તેને ધાબા ઉપર લઇ ગયો હતો અને દુષ્કર્મ કર્યું હતું. તેણે આ વાત નિકુંજને કરતાં તેણે પણ બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ લૂંટ કરી પાછળની અગાશી પરથી કૂદી આરોપીઓ ફરાર થઇ ગયો હતા. અમિત પણ ચપ્પુ લઈને ઘૂસ્યો હતો, પણ હિંમત નહીં ચાલતા તે પરત ફરી ગયો હતો.

Also read : તળાજા નપાની ચૂંટણીમાં બબાલ, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના માતાએ 101 વર્ષની વયે મતદાન કર્યું…

શું હતો મામલો

સુરતના પુણામાં એક સોસાયટીમાં ગત 13 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે લૂંટના ઈરાદે ત્રણ શખસ દંપતીના ઘરમાં ઘૂસી ગયા હતા. એ બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો હતો અને પત્નીને ધાબા પર લઈ જઈ બે આરોપીએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. જતી વખતે રૂપિયા 37 હજાર રોકડા અને બે બ્રેસ્લેટ મળી કુલ 60 હજારની મતા પણ લૂંટી ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button