લગ્નના 10 દિવસમાં જ પતિને મૂકીને ફરાર થઇ ગયેલી ‘લૂંટેરી દુલ્હન’ પતિના મોતના 7 મહિના બાદ પકડાઈ

સુરત: લગ્નના ૧૦ દિવસ બાદ જ ફરાર થઇ ગયેલી લુંટેરી દુલ્હનને વરાછા પોલીસે ઝડપી પાડી હતી. આ લૂંટેરી દુલ્હને 2.10 લાખ રૂપિયા લઈને રત્નકલાકાર સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના 10 દિવસ બાદ જ ઘરેથી માનતા કરવા જઉ છું તેમ કહીને ફરાર થઇ ગઈ હતી. જો કે તેનો પતિ ડીપ્રેશનમાં જતો રહ્યો હતો અને હાર્ટ અટેકથી તેનું મૃત્યુ થયું હતું.
મળતી વિગતો અનુસાર, મૂળ ભાવનગરના અને સુરતનાં વરાછામાં રહેતા ૩૮ વર્ષીય યુવકે એક મરાઠી મહિલા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એક પુત્રીના જન્મ બાદ તેમની પ્રથમ પત્ની અવસાન પામી હતી અને આથી તેણે બીજા લગ્ન કર્યા હતા. જો કે બાદમાં તેમણે બીજી સ્ત્રી સાથે 2.21 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા.
વળી લગ્ન બાદ મુસ્કાન તેના પતિ સાથે રહેતી હતી પરંતુ દસ દિવસ બાદ તેની પત્નીના વાલીએ મુસ્કાનના પતિને ફોન કરીને માનતા રાખી છે એમ કહીને વડોદરા આવવા કહ્યું હતું. આ મુજબ મુસ્કાનને વડોદરા મોકલી હતી અને બાદમાં તેના વતન મધ્યપ્રદેશમાં સામાજિક કામના લીધે જઈને બાદમાં આવશે તેમ જણાવ્યું હતું. થોડા દિવસ બાદ મુસ્કાનના ઇન્સ્ટાગ્રામ ઉપર આપત્તિજનક ફોટો અને વિડીયો જોતા પતિને આઘાત લાગ્યો હતો અને ડિપ્રેશનમાં રહેતા હાર્ટએટેક આવતા તેમનું મોત થયું હતું. જો કે તેની અંતિમ વિધિ સમયે ઘણી વસ્તુઓ અને દાગીના ગાયબ હતા.
આ અંગે પોલીસ ફરીયાદ નોંધાયા બાદ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે બાદમાં 7 જૂનના રોજ મુસ્કાનને પાલકમાતા સીમાની વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી. જયારે છેલ્લા સાત મહિનાથી ફરાર લૂંટેરી દુલ્હન મુસ્કાનની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…સાપુતારા પોલીસે ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ૬ આરોપીને ઝડપ્યા…