સુરત

સુરતમાં રેસ્ટોરન્ટના માલિકને હનીટ્રેપ-આત્મહત્યા કેસમાં પોલીસે ચારને ઝડપ્યા…

સુરત: સુરતના વરાછામાં એક એક રેસ્ટોરન્ટના માલિકને તેની હોટલમાં જ કામ કરતી મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. રેસ્ટોરન્ટના માલિકે હનીટ્રેપનો ભોગ બન્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. રેસ્ટોરન્ટના માલિકે આત્મહત્યા પહેલા તેમણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે પોતાની આત્મહત્યા માટે ચાર લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારબાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

Also read : સ્કૂલ પ્રિન્સિપાલે બાળકને ઢોરમાર માર્યોઃ પોલીસે નોંધી ફરિયાદ

તાપીના પુલ પરથી આત્મહત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરમાં રેસ્ટોરન્ટના માલિકને ફસાવવામાં આવેલા હનીટ્રેપ કેસમાં વરાછા પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલાએ તેના પતિ, જેઠ અને જેઠાણી સાથે મળી રેસ્ટોરન્ટના માલિકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ બ્લેકમેલ કરીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે કંટાળીને રેસ્ટોરન્ટના માલિકે તાપી નદી પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.

Also read : સુરતમાં Hit & Run માં બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનારો આરોપી ઝડપાયો…

4 આરોપીની ધરપકડ
આ કેસમાં વરાછા પોલીસે બે મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. ચારે આરોપી મૃતકની હોટલમાં કામ કરતા હતા. નયના ઝાલા અને હનુ ઝાલાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ટેક્નિકલ સર્વેલન્સના આધારે આખરે તારાપુર ચોકડી પાસે ગંગોત્રી હોટલમાંથી ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપી ભરત ઉર્ફે ભોડી કાનજીભાઈ ઝાલા (ઉ.વ. 38), નયના ભરત ઝાલા (ઉ.વ. 30), હનુ કાનજીભાઈ ઝાલા (ઉ.વ. 44), નયના હનુ ઝાલા (ઉ.વ. 34)ની ધરપકડ કરાઈ છે. ચારે આરોપીઓ ભાવનગરના ગારીયાધાર તાલુકાના રહેવાસી છે અને વરાછા વિસ્તારમાં રહેતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button